વાઈસ ચેરમેન તરીકે હરેશભાઈ ઠુંમ્મરની વરણી: જીલ્લા બેંક તાલુકાના ચેરમેન જયેશ રાદડીયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતીં
અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા
જના રોજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે બરોચીયા અને વા. ચેરમેન તરીકે ઠુમ્મરની બિન હરીફ વરણી કરાઈ હતી. યાર્ડના સભા ખંડમાં જિલ્લા રજીસ્ટાર કપુરીયાનીઅધ્યક્ષતામાં નવા ચેરમેન અને વા. ચેરમેનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ તરફથી થયેલા આદેશ મુજબ જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને પ્રદેશ કારોબારીના સભ્ય હિતેશ અમૃતીયા બંધ કવરમાં આવેલ મેન્ટેડ ખોલતા ઉપસ્થિત તમામ 16 સભ્યોએ પ્રદેશમાંથી આવેલા નામનો સ્વીકાર કરતા ચેરમેન તરીકે જેન્તીભાઈ બરોચીયાના નામની દરખાસ્ત વિનુભાઈ ઘેટીયાએ મૂકતા બાબુભાઈ હુંબલે ટેકો આપેલ હતો. અન્ય કોઈ નામ ન આવતા ચેરમેન તરીકે જેન્તીભાઈ બરોચીયા બિન હરીફ વિજેતા થયા હતા જયારે વા. ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમરના નામની દરખાસ્ત નિકુલભાઈ ચંદ્રવાડીયાએ મૂકતા ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ ટેકો આપતા વા. ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમર બિન હરીફ વિજેતા થયા હતા.
ચૂંટાયેલા બંને નવ નિયુકત હોદેદારોને જિલ્લા બેંકમાં ચેરમેન જયેશભાઈ રાદડીયા જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તાલુકા સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય દિનેશભાઈ અમૃતીયા, પ્રથમ નાગરીક મયુરભાઈ સુવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાદરીયા તાલુકા સંઘના ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ સુવા, રવીભાઈ સાકરીયા, જગદીશભાઈ વિરમગામા, વિક્રમસિહ સોલંકી, જીજ્ઞેશભાઈ ડેર, રાજભાઈ વાઢેર, કિશનભાઈ વસોયા, નગર સેવક અશ્ર્વીનભાઈ લાડાણી જેન્તીભાઈ ગજેરા અજયભાઈ જાગાણી, રણુભા જાડેજા, કે.વી. વેગડા સરજુભાઈ માકડીયા, સહિત ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહી નવ નિયુકત હોદેદારો ફુલહાર પહેરાવી શુભેચ્છા આપી હતી.
નવ નિયુકત ચેરમેન તરીકે ચૂંટાયેલા જેન્તીભાઈ બરોચીયા કોલકી જિલ્લા પંચાયતની સીટ ઉપર ચૂંટાઈને હાલ જિલ્લા પંચાયતમાં સિંચાઈ સમિતિના ચેરમેન અને તાલુકા સંઘમાં ડિરેકટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે વા. ચેરમેન તરીકે ચૂંટાયેલા હરિભાઈ ઠુંમર હાલ જિલ્લા સહકારી બેંકમાં ડિરેકટર અને સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.