રાજકોટ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભામાં આઠ સમિતિના ચેરમેન અને સભ્યોના નામની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 8 સમિતિમાંથી 7 સમિતિમાં મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અઘ્યક્ષ સ્થાને સમિતિના ચેરમેનની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં 8 સમિતિ ચેરમેને આજરોજ સત્તાવાર ચાર્જ સંભાળ્યો છે.
આજરોજ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં સામાજીક ન્યાય સમિતિમાં ચેરમેનમાં ભાનુબેન બાબરીયા, બાંધકામ સમિતિ ચેરમેન દક્ષાબેન રાદડીયા, સિંચાઇ સમિતિના ચેરમેન ભાવનાબેન બાંભરોલિયા, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન લીલીબેન ઠુમ્મર, અપીલ સમિતિમાં પ્રવિણાબેન રંગાણી તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કંચનબેન બગડાની વરણી કરવામાં આવી છે. આ તમામ સમિતિના ચેરમેને આજરોજ ત્રીજા નોરતે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે.
ગામડાઓના વિકાસના કાર્યોને વધુ વેગ આપવા તમામ સમિતિના ચેરમેન તત્પર: પ્રમુખ રંગાણી
સમિતિઓના સભ્યોમાં કારોબારી સમિતિમાં નવ સભ્યો, સામાજીક ન્યાય સમિતિમાં ચાર, બાંધકામ સમિતિમાં પાંચ, સિંચાઇ સમિતિમાં ચાર, અપીલ સમિતિમાં પાંચ તથા મહિલા અને બાળ વિકાસ સમિતિમાં પાંચ સભ્યોની વરણી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પી.જી. કિયાડા જયારે સભ્યમાં ભૂપત બોદર, સવિતાબેન વાસાણી, વિરલ પનારા, ગીતાબેન ચાવડા, ગીતાબેન ટીંલાળા, અશ્ર્વીનાબેન ડોબરીયા, ભુપતભાઇ સોલંકી, મીરાબેન ભાલોડીયાની પસંદગી કરવામાં આવી છે.
તમામ સમિતિના ચેરમેને સત્તાવાર ચાર્જ સંભાળ્યો છે. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ ભાજપ અગ્રણી તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ તમામ ચેરમેનોને અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવા તમામ સમિતિના ચેરમેન તત્પર છે. ગામડાઓને આર્થિક, સામાજીક અને રાજકીય રીતે આત્મતિ ભેર બનાવી વિકાસને ખરા અર્થમાં સાર્થક બનાવાની હિમાયત જીલ્લા પંચાયતના સભ્યો ચેરમેનો દ્વારા કરવામાં આવશે. માતાજીના નવલા નોરતાના ત્રીજા દિવસે મુખ્ય સમિતિમાં મહિલાઓને શુકાન આપવામાં આવ્યું છે. તો સાથે આજરોજ તલાટી અને જુનીયર કલાર્કમાં પસંદગી પામેલા ઉમેદવારોનું વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. તલાટીઓના ઉમેદવારોને લાંબા સમયની પ્રતિજ્ઞા બાદ વેરીફીકેશનનું મુહુર્ત આવતા હવે યુવાનોને નોકરી મળવાની આશા વધુ જવલંત બનતા યુવાનોમાં આનંદની લાગણી ફેલાય છે.
રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કુવાડવા ગામના પ્રવિણા રંગાણી, ઉપપ્રમુખ તરીકે ગોંડલના રાજુ ડાંગર અને કારોબારી ચેરમેન તરીકે પી.જી કિયાડાની નિમણૂક કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. ત્યારે જિલ્લા પંચાયતમાં આજ રોજ ચેરમેનોની વરણી કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોને સત્તાવાર જાહેરાત કરવામાં આવતા નવા હોદ્દેદારોના સમર્થકોબહોળી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા. આ ત કે સાંસદ મોહનભાઈ કુંડારીયા તે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે સંસદ ગ્રહના ઉદ્ઘાટન નું મુહૂર્ત જે વિધાયક થી કર્યું તેમાં દેશભરની પંચાયતી રાજ વ્યવસ્થામાં તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓને ચોક્કસપણે 33% અનામત આપવાની જોગવાઈ કરી છે માત્ર અનામતની જોગવાઈથી જ મહિલા સશક્તિકરણ થઈ જવાનું છે એવું માનવાનું નથી મહિલાઓને જે રીતે બંધારણીય અધિકાર અને હોદા નો બંધારણીય રીતે અધિકાર અપાયો છે તે ખરા અર્થમાં સાર્થક થવો જોઈએ ચૂંટાયેલા મહિલા સભ્યો પોતાની મેળે વિશાલ હિતમાં નિર્ણય લેતા થાય ત્યારે આ વિધાયકનું ખરું યથાર્થ ઠેરવ્યું ગણાય વડાપ્રધાનની આ પહેલ ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકતાંત્રિક દેશો માટે સફળ ઉદાહરણ બની રહેશે