બમ બમ ભોલે….
પુણ્યનું ભાથુ બાંધવા ભવનાથમાં ઉમટયાં લાખો યાત્રિકો વિવિધ અન્નક્ષેત્રો, ઉતારા મંડળો ધમધમવા લાગ્યા
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજ મધરાતથી વિધિવત રીતે પ્રારંભ થશે. પ્રકૃતિના ખોળે અને જયાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે તે ગિરનારની પરિક્રમા કરી ભાવિકો પુણ્યનું ભાથુ બાંધશે.
જો કે યાત્રિકોના ધસારાને ઘ્યાનમાં રાખીને વન વિભાગે ગેઇટ વહેલો ખોલી નાખી યાત્રિકોને પ્રવેશ આપ્યો હતો.
કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમા શરુ થતી તે અગાઉ જ યાત્રિકો ભવનાથ આવી પહોચતા હોટેલો, રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસો ફુલ થયા હતા. જેથી ઘણા ભાવિકોએ તળેટીમાં પડાવ નાખયો હતો. આજથી પાંચ દિવસ ભવનાથમાં લોકોનો ધસારો જોવા મળશે. ગિરનારની ગોદમાં વર્ષમાં બે વખત લાખો શ્રઘ્ધાળુઓ ઉમટે છે. એક તો શિવરાત્રીનો મેળો કરવા તેમજ બીજી વખત ગિરનારની પરિક્રમા કરવા.
લીલી પરિક્રમામાં અનેક સેવાભાવી સંસ્થાઓ ભાવિકોને ચા-પાણી તેમજ ભોજન પ્રસાદ માટે ઉતારા નાખી સેવાયજ્ઞ ચલાવે છે.
ચા-પાણી ઉપરાંત ભાવિકો માટે ગરમાગરમ ભજીયા, ગુંદી-ગાંઠીયા, મીષ્ઠ ભોજન સહીતની વાનગીઓ જમાડવામાં આવે છે.
ભવનાથ મંદીરે પણ માનવ મહેરામણ ઉમટે છે. તો ઘણા ભાવિકો પરિક્રમા બાદ ગિરનાર પણ ચડી પુણ્યનું ભાથુ બાંધશે પરિક્રમાની સાથો સાથ અનેક અન્નક્ષેત્રો ઉતારા મંડળો ધર્મધમવા લાગ્યા છે જેનો દરેક ભાવિકો લાભ લઇ ધન્યતા અનુભવશે પરિક્રમા દરમ્યાન યાત્રિકોના રક્ષણ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો છે.
નિ:શુલ્ક ચાલતા અન્નક્ષેત્રો, ઉતારા મંડળોને સહકાર આપવા અપીલ
ગીરવર ગિરનારની તા. ૮ થી ૧૨ નવેમ્બર સુીની લીલી પરિક્રમા યોજાવાની છે ત્યારે આ પરિક્રમામાં આવતા લાખો શ્રઘ્ધાળુઓને રહેવા જમવા અને ચા પાણીની વ્યવસ્થા કરતા નિ:શુલ્ક ચાલતા અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને પુરતો સહકાર આપવા સાથે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોને ભાવિકોને કોઇપણ મુશ્કેલી થાય તો જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથનું કાર્યાલય કેવલબાગ લાલઢોરી ચોક ખાતે રાખવામાં આવેલ છે. ત્યાં સંપર્ક કરવો.
લીલી પરિક્રમાની શરુઆત ગીરનાર પુજનથી થતી હોય કેવલબાગ, લાલઢોરી ચોક ખાતે પરંપરાગત રીતે ગીરનાર પૂજન કરવામાં આવશે અને દરેક ભાવિક ભકતજનોને જ્ઞાતિ સમાજો, ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથ વતી ભાવેશભાઇ વેકરીયા અપીલ કરે છે કે ગીરનાર પુજન માટે કંકુ, ચોખા અને દીવાડો રસ્તામાં કયાંય ન કરીએ ફકત ને ફકત કેવલબાગ લાલઢોરી ચોક ખાતે કરે કારણ કે ગમે તે જગ્યાએ કંકુ કે ચોખાના સાથીયા અને દિવડાને પગ નીચે કચડવાથી કારણે આપણી ધાર્મિક આસ્થાને કોઇ ઠેસ ન પહોંચે તે માટે દરેક શ્રઘ્ધાળુ યાત્રાળુ અને પરિક્રમાર્થીઓ એ અખંડ ભારત સંઘ દ્વારા થતું કેવલબાગ લાલઢોરી ચોક ખાતે ગીરનાર પુજનની જગ્યાએ ગીરનાર પુજન કરવું.