ત્રણ તલાક પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવવાનો વિચાર કરી રહી છે. ટીવી રિપોર્ટ્સ પ્રમાણે મોદી સરકાર શિયાળુ સત્રમાં ત્રણ તલાક પર રોક લગાવવા માટે બિલ રજૂ કરી શકે છે. ગત દિવસોમાં જ સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક પર રોક લગાવીને સરકારને કાયદો બનાવવાની સલાહ આપી હતી.
પહેલા કોર્ટે કહ્યું હતું કે આ ધાર્મિક મામલો છે, કોર્ટ તેમાં દખલ નહીં કરે
તત્કાલીન ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ નજીરે અગાઉ આપેલા ફેંસલામાં કહ્યું હતું કે ત્રણ તલાક ધાર્મિક પ્રેક્ટિસ છે, એટલે કોર્ટ તેમાં દરમિયાનગીરી નહીં કરે. જોકે બંને જજોએ માન્યું કે આ પાપ છે, એટલે સરકારે તેમાં દખલગીરી કરવી જોઇએ અને તલાક માટે કાયદો બનવો જોઇએ