વિશ્ર્વમાં દરરોજ બધું બદલાતું રહ્યું છે. કશુંજ ‘વાસી’ રહેતું નથી. હરદમ કાંઈકને કાંઈક નવું થયા કરે છે. આપણો દેશ કમનશીબે બદલાતો નથી. એને લીધે પ્રદૂષિતતા વધતી જાય છે. પવિત્રતા ઉપર અપવિત્રતા અને અશુધ્ધિઓ અંશુધ્ધિ ઉપર સવાર થતી જાય છે. કુદરતનો નિયમ છે કે જે બદલાતુ નથી-નવું થતું નથી તે નવા સ્વરૂપના સુખ-સમૃધ્ધિ પામતા નથી. આપણા દેશની સવા કરોડની વસ્તીએ સત્તાધીશોને બદલવાની ફરજ પાડવી જ પડશે !
આપણો દેશ અવનવી યાતનાઓથી પીડાય છે. મોંઘવારીનો રાક્ષસ ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ ના બબડાટ સાથે રઘવયા ઢોર સમો માથાભારે બન્યો છે અને માતેલા સાંઢની જેમ આ દેશની ગરીબ અને રાંકડી પ્રજાને શિંગડે ચઢાવ્યા કરે છે. બળાત્કાર, મતિભ્રષ્ટતાકારમી મોંઘવારીનાં ડંખ ઉપર ડંખ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા વેઠી રહી છે.
આપણી સરકારોની નજરમાં માનવો-માણસજાત નથી. સત્તાની અને રાજગાદીનાં નશામાં એ ગળાડૂબ હોવાનો ખ્યાલ ઉપસાવે છે. કરવેરાની અને ભ્રષ્ટ આદાનપ્રદાનની અઢળક આમદાનીએ આપણા દેશને ‘વંઠું વંઠું’ કરી મૂકયો છે.
મહારાષ્ટ્રના ચૂંટણી પછીના રાજકારણે કેટલાક રાજકીય પક્ષોને અને તેના નેતાઓને સરિયામ વંઠાવી દીધા છષ. અને એ ગોઝારી ગતિવિધિઓ હજૂ ચાલુ રહી છે.
કહે છે કે, અમિત શાહ અને આરએસએસની જૂગલબંધી આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તથા ભારત-પાકિસ્તાનના ભાગલાને જોડી દઈને અખંડ હિન્દુસ્તાનમાં પૂન: પરિવર્તિત કરવાની પરિકલ્પબનાને મૂર્તિમંત કરવાનો સનસનીખેજ આરંભ કરી દીધો હોવાની છાપ ઉઠી રહી છે!
કરવેરા દ્વારા અઢળક આમદાની કરતી સરકારો કરદેતી પ્રજાને બદલામાં શું આપે છે? પ્રજા જેમને સત્તાનાં સિંહાસને બેસાડે છે એ બધા દેશને અને દેશવાસીઓને જુલ્મી રાક્ષસોની જેમ લૂંટે છે એવી બૂમરાણ કોઈ સાંભળતા નથી…
રાજગાદી મળી જાય તો સર્વાંગી સફળતા મળી જાય એવી માન્યતામાં આપણા રાજનેતાઓ રાચે છે.
આપણા રાજકીય ક્ષેત્રે પ્રવર્તતી પ્રપંચભરી ગતિવિધિઓમાં હમણાના લોકો શ્રમ ઉદ્યમમાં જોડાતા નથી શ્રમ દ્વારા આગળ વધેલા લોકો સામાન્ય માણસ બીજાને મદદ કરી શકશે. કોઈકના ઉપયોગમાં આવશે. તેનામાં દયાભાવ હશે ને પાછળ આવતાને ટેકો આપી ઉપર ખેંચશે પણ ટેલેન્ટ માણસ તો સામાન્ય માનવીને હંમેશામ ઘો જ પડતો હોય છે. અને જલ્દી કામ પણ હાથમાં લેતો નથી હોતો, અને સમય પણ બગાડતા હોય છે. ટેલેન્ટને મહેનત કરવી ગમતી નથી. લાંબો સમય મંડી રહેવું ફાવતું નથી, એટલે તેઓ હાથમાં લીધેલું કામ અધૂરૂ પણ મૂકે અને બીજે દોડીજાય, સંબંધને તેમને બહુ બનતું નથી. સંબંધ ગાઢ હોય તો પણ તેઓ બગાડી નાખતા અચકાતા નથી લાલચ અને વ્યસનમાં સપડાયેલ રહે છે ને બરબાદ થઈ જતા જોવા મળતા હોય છે. વળી પૂનરાવર્તનને અને ટેલેન્ટને બહુ બનતુ નથી માથાકૂટમાં એ પડતા નથી ને કયાંય લાંબો સમય ખોડાય રહેવું ગમતુ નથી. આથી તેમને નુકશાન પણ ઘણું થાય છે. કામમાં ટકી રહેતો માણસ કામની ઝીણવટભરી તપાસ કરશે ને સમજશે. પોતાની ભૂલો કયાં કયાં થશય છે તે તપાસશે ને નવા નવા અનુભવો કરતા થશે.
કમનશીબે આ ઉમદા લોકો અત્યારે શોધ્યા નથી જડતા.
દેશનું વર્તમાન રાજકીય ક્ષેત્ર હદ બહાર ગોબરૂં-ગંધારૂ બની ગયું છે. આજના રાજપુરૂષો અને રાજકર્તાઓ અઢળક આમદાની એકઠી કરવામાં ગાંડાતૂર બન્યા છે.
આમાં બદલાવ અનિવાર્ય બન્યો છે. નવું નવું કરવાની અને દેશને મહાન બનાવવાની યુગલક્ષી વિચારધારા અપનાવવાનાં મહાયજ્ઞ વિના આ દેશ કદાપિ મહાન નહિ બને!