એફ.ડી.આઇ ના નિયમોમાં ફેરફારને બુધવારે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.તેમાં સિંગલ બ્રાન્ડ રિતેલમાં ઓટોમેટિક રુટથી 100 ટકા FDIને મંજૂરી મળી ગઇ છે.

પહેલા કેટલા ટકાની મંજૂરી હતી?

પહેલાં 49 ટકા સુધી રોકાણની મંજૂરી હતી, તેની ઉપરના રોકાણ માટે સરકારની મંજૂરી મળવી જરૂરી હતી. એવિએશન, કન્સ્ટ્રકશન સેકટરમાં પણ FDIના નિયમોમાં ઢીલ અપાઇ છે. કંસ્ટ્રકશન સેકટરમાં પણ ઑટોમેટિક રૂટ પરથી 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી મળી ગઇ છે. બીજીબાજુ એર ઇન્ડિયા માટે 49 ટકા રોકાણની મંજૂરી આપવામાં આવી છે. કહેવાય છે કે હવે એર ઇન્ડિયા (AI)માં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં સરળતા થશે.

તમને જણાવી દઇએ કે, 2014માં સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100% FDIને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે નાઇક જેવી મોટી ગ્લોબલ કંપનીઓ ભારતની તરફ આવી હતી. કહેવામાં આવે છે કે ઑટોમેટિક રૂટથી મંજૂરી મળ્યા બાદ હવે બીજી ઘણી કંપનીઓ પણ ભારત તરફ આકર્ષિત થશે કારણ કે હવે ક્લિયરન્સ લેવામાં સરળતા રહેશે. આની વિદેશી કંપનીઓ માટે કામ કરવાનો શ્રેષ્ઠ માહોલ તૈયાર થશે. જેથી કરીને અર્થતંત્રને ફાયદો થશે અને નોકરીઓની તક પણ ઉભી થઇ શકે છે. હાલ મલ્ટી બ્રાન્ડ રિટેલ અંગે કંઇ પણ કહેવામાં આવ્યું નથી. કારણ કે તેનો કેટલીય રાજકીય પાર્ટીઓ અને વેપાર સંગઠનો દ્વારા વિરોધ થઇ ચૂકયો છે.

એર ઇન્ડિયા પાસે આશરે રૂ. માર્ચ 2017 ના અંતે 48,877 કરોડ જેમાંથી રૂ. 17,360 કરોડ એરક્રાફ્ટ લોન અને રૂ. 31,517 કરોડ મૂડીરોકાણ હતું. એરલાઇન્સ રૂ. 3,579 ની ચોખ્ખી ખોટ કરે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.