પશ્ચિમ બંગાળમાં શારદા ચીટ ફંડ મુદ્દે પોલીસ અધિકારીઓ અને સીબીઆઇ વચ્ચે થયેલા ઘર્ષણમાં મમતા બેનર્જી અને કેન્દ્ર વચ્ચેની ટકકર હવે ખાતાકીય રીતે લડાઇનું નવું રૂપ ધારણ કરી રહી છે. કેન્દ્ર સરકારે મમતા બેનર્જીને ધરણા અને કેન્દ્ર સામેના મોરચામાં મદદરુપ થયેલા છે. પોલીસ અધિકારીઓને સિનિયરીટી પર્મોશન અને મળેલા મેડલ પરત લઇ લેવાના નિર્ણયથી કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે એક નવા જ પ્રકારનું યુઘ્ધ છેડાઇ ગયું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલી આ નવી કાર્યવાહીમાં કોલકતા પોલીસ કમીશનર રાજીવ કુમાર સામે પણ શિસ્તભંગના પગલા નિશ્ચિત બન્યા છે પત્રી મમતા બેનર્જીના ધરણામાં ખુલીને મદદરુપ થયેલા રાજયના છ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે શીસ્તભંગની કાર્યવાહી અને એવોર્ડ પરત લઇ લેવાની સાથે સાથે દીદીના માનીતા છયે અધિકારીઓના નામો સિનિયોરીટીના આધાર આપનારા લાભો માટે તૈયાર કરવામાં આવેલી યાદીમાંથી હટાવી દેવાનો નિર્ણય કર્યો છે.
શારદા ચીટ ફંટમાં કસુરવાર હોવાનું મનાતા પશ્ચિમ બંગાળના પોલીસ અધિકારી આ સામે સીબીઆઇએ હાથ ધરેલી કાર્યવાહી સામે ખુલીને મેદાને પહેલા મમતા બેનર્જીને રાજકીય રીતે કાબુમાં લેવાના એકશનના રિએકશને જેવી કાર્યવાહી બાદ કેન્દ્રના ગૃહમંત્રી મમતા બેનર્જીને ટેકો આપવા પોલીસ અધિકારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહીની નવા પ્રકારની જંગમાં મંડાણ કરી દીધા છે.
મમતા બેનર્જીના ધરણામાં કોણ કોણ મદદગાર બન્યું હતું. તેની તપાસમાં ગૃહ મંત્રાલયે અલગ તારવેલા દીદીના માનીતા અધિકારીઓ મા ડી.જી.પી. વિરેન્દ્ર એડીજી (સુરક્ષા) વિનિત કુમાર ગોયલ, એડીજી (કાયદો અને વ્યવસ્થા) અનુજ શર્મા વિધાનનગરના પોલીસ કમીશનર જ્ઞાનવંતસિંગ અને કોલકતા એડીશનલ પોલીસ કમિશ્નર સુપ્રતીમ સરકાર સામે પગલા લેવાની જાહેરાત કરી છે આ યાદીમાં કોલકત્તા ના પોલીસ કમીશનરે રાજીવકુમારનું નામ પણ નિશ્ચિત મનાય છે.
કેન્દ્ર સરકાર પશ્ચિમબંગાળએ અધિકારીઓ કે જેમણે મેડલ પરત કરવાના નિર્ણય લીધા છે. અને કેન્દ્ર સામે જાહેરમાં નારાજગી વ્યકત કરી છે તે તમામ અધિકારીઓ દીદીને મદદ કરનાર વરિષ્ઠ અધિકારીઓ સીનીયોસીટીના લાભની યાદીમાંથી પડતા મુકવામાં આવશે અને તેમને કોઇપણ પ્રકારનો લાભ નિઅ અપાય.
આ અધિકારીઓ સામે અખીલ ભારતીય સેવા અધિનિયમના કાયદાનો ભંગ કર્યોનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મંગળવારે પશ્ચિમ બંગાળ રાજય સરકારને રાજીવકુમાર સામે શિસ્તભંગ અને સર્વિસ રુલના કાયદાનો અનાદર કરવા બદલ શિક્ષાત્મક પગલા લેવા આદેશ કર્યો હતો.કેન્દ્ર અને પશ્ર્ચિમ બંગાળ સરકાર વચ્ચે એક નવા જ પ્રકારની જંગના મંડાણ થયા છે.