ઓરિસ્સાના પુરીમાં આવેલ

અજાણ આશ્ર્ચર્ય કે રહસ્ય…..?

પૂર્વના સાગર કિનારે ઓરીસ્સા રાજયમાં આવેલ જગન્નાથ પુરી કે જયાં કળીયુગના ભગવાન જગન્નાથજી તેમના બહેન શુભદ્રાજી અને ભાઇ બલરામજી સાથે બીરાજમાન છે. ભગવાન જગન્નાથજીનું મંદિર, ઘ્વજાજી, પ્રસાદ વગેરેની ઘણી બાબતોની મોટાભાગની રહસ્યમય વાતોથી કદાચ આપણે અજાણ હોઇ શકીએ તો આવો એ રહસ્યમય વાતોને વાગોળીએ,

જાણવા મળતી માહીતી પ્રમાણે જગન્નાથજી ભગવાનના વિરાટ મંદિરમાં બીરાજમાન મૂર્તિને દર બાર વર્ષે બદલવામાં આવે છે. ત્યારે આખા શહેરમાં બ્લેક આઉટ એટલે કે શહેરની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવે છે. દરમ્યાન મંદિર ફરતે ગાર્ડનો પહેરો ગોઠવી દેવામાં આવે છે. આ સમયે મંદિરમાં જવા માટે પ્રતિબંધ હોય છે. મંદિરમાં પણ ધોર અંધારુ છવાય જાય છે. ત્યારે પુજારીની આંખે પાટા બાંધી મંદિરના ગર્ભગૃહમાં જાય છે અને તે જુની મૂર્તિમાંથી ‘બ્રહ્મ પદાર્થ’ લઇ અને નવી મુર્તિમાં પધરાવે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ ‘બ્રહ્મ પદાર્થ’ શું છે? એ બાબતે કોઇ જાણી શકયું નથી ખુદ પુજારી પણ આ બાબતે અજાણ છે…. જયારે જગન્નાથજી ભગવાનના મંદિરના શિખર પર ફડાકા મારતી બાવન ગજની ધજા હમેશા પવનની વિરુઘ્ધ દિશામાં ફરકે છે તે આશ્ર્ચર્ય કહો કે રહસ્ય પણ હજુ સુધી તે કોઇ ઉકેલી શકયું નથી….  મંદિરની અંદર જઇએ તો નિરવ શાંતિ દરીયાના ઉછળતા મોટા મોજાનો અવાજ મંદિરમાં રહુ સુધી પ્રવેશી શકયો નથી તે રહસ્યથી કંઇ ઓછું નથી. ઉપરાંત અગત્યની વાત તો એ છે કે ભગવાન જગન્નાથજીને (રાધેલા ભાત) ચોખાનો પ્રસાદ ધરવાનું મહતવ છે. જેથી મંદિર બહાર માટીના પાંચ સાત વાસણો અને તે પણ એક ઉપર બીજુ વાસણ એમ ક્રમસર ગોઠવવામાં આવે છે અને આ માટીના વાસણની હાર ચુલા પર મુકવામાં આવે છે અને તેમાં ભાત રાંધવામાં આવે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે ચુલા ઉપર મુકેલા માટીના પાંચથી સાત વાસણો પૈકી સૌથી ઉપરના વાસણમાં ભાત પ્રથમ પાકે છે ત્યારબાદ ક્રમ પ્રમાણે…..કળીયુગના દેવ એવા ભગવાન જગન્નાથજી મંદિર કે જયાં અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) ના રોજ રથયાત્રા નિકળે છે જેમાં ભગવાન જગન્નાથજી  બહેન સુભદ્રાજી, ભાઇ બલરામજી, બીરાજમાન હોય છે અને નગરયાત્રા દ્વારા ભાવીકોને દર્શન આપે છે. આમ જગન્નાથજી ભગવાનને જાણવા છતાં ઘણું એવું અજાણ છે કે જે રહસ્ય છે. ર૧મી સદીના ભારતમાં જયા વિજ્ઞાનની મતી પુરી ત્યાંથી કુદરતની ક્રિયાની શરુઆત થાય છે… જય જગન્નાથ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.