જુના મંદિરનો ર્જીણોઘ્ધાર ૨૦૧૮માં થયો: સવાર-સાંજ સત્સંગ પ્રવચનો થાય છે: વિશાળ પ્રાંગણમાં પ્રાચીન પીપળાનું વૃક્ષ આસપાસના વિસ્તારોમાં શ્રઘ્ધાનું પ્રતિક છે

પી.ડી.એમ. માલવિયા કોલેજ પાછળ આવેલ જાુની પોપૈયાવાડીમાં આવેલ અનપૂર્ણેશ્ર્વશ્ર મહાદેવ મંદિરનો મહિમા અપરંપરા છે. આસપાસના લત્તાવાસીઓએ ૧૯૯૩માં શિવરાત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને નાનું મંદિર નિર્માણ કર્યુ  ધીમે ધીમે ભકતજનોમાં મુખ્ય આસ્થા કેન્દ્ર બની ગયું હતું.

આ મંદિરનાં પ્રાંગણમાં કાળ ભૈરવ શિનળા મૉ, રામ મંદિર, હનુમાનજી જેવા નાના મોટા મંદિરો પણ આવેલા છે. ખાસ આ મંદિરનું મોટું પ્રાંગણહોવાથી સપ્તાહ, સત્સંગ, ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.IMG 20200724 WA0009

મંદિરની પુજન વિધ છેલ્લા ૧૦ વર્ષથી શાસ્ત્રી પિયુષભાઇ વ્યાસ કરે છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ ઉપર સવાર-સાંજ આરતી અને મહાનુભાવો-સંતોના પ્રવચનો પણ મૂકવામાં આવે છે. જાુના મંદિરનો ર્જીણોઘ્ધાર કરીને ૨૦૧૮ નવનિર્મિત કરાયું હતું.

પવર્તમાન લોકડાઉનમાં સરકારી ધારા ધોરણ મુજબ સઁપૂર્ણ સામાજીક અંતરથી પુજન, અર્ચન કાર્યક્રમ યોજાય છે. મંદિરના સંચાલન માટે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. જેની રાહબરીમાં વિવિધ ધર્મ આયોજનો મંદિરમાં યોજવામાં આવે છે.

પોપૈયાવાડી, ગુણાતીત ગોકુલધામ ગુ‚પ્રસાદ, કૃષ્ણનગર, અંબાજી કડવા, શિવનગર, રામનગર, નવલનગર, જેવા આસપાસના વિસ્તારોમાં અન્નપુર્ણેશ્ર્વર મહાદેવ મંદિર અપાર આસ્થા ધરાવે છે. બાળથી મોટેરા અહિ સવાર સાંજ ભકિતભાવથી દર્શનાર્થે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.