શકિત યુવા ગ્રુપ દ્વારા સતત ૧૪માં વર્ષે જન્માષ્ટમી નીમીતે મટકી ફોડ, રાસ ગરબા, અન્નકોટ સહીતનાં આયોજનો
શહેરમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે ત્યારે મવડી રોડ પર શકિત તુવા ગુ્રપ દ્વારા સતત ૧૪માં વર્ષે આયોજન કરવામાં આવતા જન્માષ્ઠમી મહોત્સવની પણ જોરશોર ઉજવણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.
આ ઉજવણીમાં દર વખતની જેમા ર૧ ફુટના હિંડોળા દર્શન કનૈયાના જન્મ સુધી એટલે કે આઠમ સુધી ભકતો એનો લાભ લઇ શકશે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેમ કે મટકી ફોડ, રાસ ગરબા (પ૬ ભોગ અન્નકોટ) તેમજ (એક કીમી સુધી રોશનીનો ઝળહળાટનં આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જન્માષ્ટમીના મટકી ફોડ રાસ ગરબાનું આયોજનરાખેલ છે. તેમજ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરુપે વિવિધ ફલોટસનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાસ લીલા, ૧ર જયોતિલીંગના દર્શન રાધે ક્રિષ્નાનો હિંડોળા, ગાય જશોદા અને કાનુડો નંદલાલ કૃષ્ણ ભગવાન શેષનાથ કૃષ્ણ ભગવાનની લીલા ગ્રામીણ મકાનો તેમજ દર વખતની જેમ એક કી.મી. સુધી રોશનીના ઝગમગાટ સાથે ર૧ ફુટના હિંડોળા દર્શનનો લાભ દરેક ભકતો લઇ શકશે.
શકિત યુવા ગ્રુપના માર્ગદર્શન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, મોહનભાઇ કુંડારીયા, નીતીન ભારદ્વાજ, કમલેશ મીરાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડઢ સહીત ના ઉ૫સ્થિત રહેશે.
આયોજનમાં શકિત યુવા ગ્રુપના મેમ્બરો અશોકભાઇ ભરવાડ, શૈલેશભાઇ ડાંગર, જગદીશભાઇ અકબરી, મુન્નાભાઇ ભરવાડ, પ્રફુલભાઇ કગથરા, આશિષ પટેલ, જાનીભાઇ મહાવીરભાઇ ખુમાણ, બાલાભાઇ વાંજા, સુરેશભા રાઠોડ અજીતભાઇ ડાંગર શકિત યુવા ગ્રુપની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.