કોપીરાઇટ, ગીતકાર બાદ હવે નવી ભૂમિકા દ્વારા સી.બી.એફ.સી. દ્વારા ફિલ્મસર્ટીફીકેટ કરશે
ભારતીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશનના ચેરપર્સન તરીકે પહલા જ નિહલાનીને હટાવ્યા બાદ હવે સેન્સર બોર્ડના વડાનો ‘કાંટાળો તાર્જ ’હવે પ્રસુન્ન જોષીના શિરે આવ્યો છે. ગઇકાલે બોર્ડ દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી હવે પહલાજ નિહલાની સટીફીકેશન આપવાની જવાબદારી ‘પ્રસ્સુન’ નિભાવશે.
‘ફિલ્મ રંગ દે બસંતી’ના અભિનેતા સિઘ્ધાર્થના તેમજ આ ફિલ્મના ગીતો અને સંવાદો પ્રસન્ન જોશીએ લખ્યા હતા તેમને નિર્માતા પ્રથમ ટવીટ કરીને સી.બી.એફ.સી. પેનલ દ્વારા નવા ફેરફારને હકારાત્મક ગણાવ્યો હતો. પહલા જ નિહલાનીના વિવાદો અને વિવાદાસ્પદ નિવેદનોને ઘ્યાને રાખીને અગાઉ પણ તેમને હટાવવામાં આવે તે વાતના સંકેતો આપ્યા હતા. ૨૮ જુલાઇએ નિહલાનીએ તિનંતપુરમમાં સીબીએફસી સભ્યોની એક મીટીંગનું આયોજન કર્યુ હતું. સુચના અને પ્રસારણ મંત્રાલયના સુત્રએ જણાવ્યું હતું કે નિહલાનીને સંકેતો મળી ચુકયા હતા કે તેમની ખુરશી ખતરામાં છે. આ અનુમાન લગાવાઇ રહ્યું હતું કે નિહલાનીના બદલે ફિલ્મ નિર્માતા પ્રકાશ મી અથવા ટીવી પ્રોત્યુતર એકટર ચંદ્રપ્રકાશ જોશી પણ લઇ શકે તેમ છતાં જો કે હવે રાઇટર પ્રસુન્ન જોશીને સીબીએફસીના અઘ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
પ્રસુન્ન જોશી વિશે જાણીએ તો તેમને આ નવો હોદ્દો ભલે હવે મળ્યો હોય પરંતુ બોલીવૂડમાં તેમની સફર વહેલી શરુ કરી દીધી હતી. પ્રસુન્નનો જન્મ શાસ્ત્રય ગાયકો સુષમા અને ડી.કે.જોશીને ત્યાં થયો હતો.
પ્રસુન્ને એમએસસી ફીમીકસ અને એમબીએની ડિગ્રી ગાઝીયાબાદ ખાતેથી મેળવી હતી. તે જયારે માત્ર ૧૭ વર્ષની વયના હતા ત્યારે ‘મે ઓર વો’ પુસ્તક પ્રકાશિત થયું હતું. તેમજ ‘સનસાઇન લેન’ નામનું પુસ્તક જયપુર લિટરેચર ફેસ્ટીવલ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એમ.બી.એ.ના અભ્યાસ બાદ પ્રસુન્ન જોશીએ એડવર્ટાઇઝીંગ કંપની ઓગીલ્વી એન્ડ માથરમાં કામ કર્યુ હતું. ત્યારબાદ કંપનીના એકઝીકયુટીવ ડીરેકટર તરીકે મુંબઇમાં કામ કર્યુ હતું. ૨૦૦૨માં મેકકન અને એરિકસન જોઇન કરી ત્યાં વર્ષો સુધી કાર્ય કર્યુ હતું.
બોલીવુડમાં તેમણે લિરિકીસ્ટ તરીકે પ્રથમ વખત રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લજજા’માં કાર્ય કર્યુ હતું. જે ૨૦૦૧માં પ્રકાશિત થઇ હતી. ત્યારબાદ અનુક્રમે હમ તુમ, ફના, તારે જમીન પર, બ્લેક, દિલ્હી-૬ અને નિરજામાં પણ એ જ કાર્ય કર્યુ હતું. રંગદે બસંતી અને ભાગ મિલ્ખા ભાગ માટે સ્ક્રિપ્ટ રાઇટર તરીકે બે વખત નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.
એન.ડી.ટીવી નો ઇન્ડિયનયર સ્પેશિયલ એવોર્ડ પણ પ્રસુન્ને જીત્યોછે.
પ્રસુન્ન જોશીએ પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારત અભિયાન માટે નેશનલ એન્થમ પણ લખ્યુ: છે. આપણે પ્રસુન્નને તેમની બોલીવુડની કારકીર્દી જેવી જ સફળતા આ નવા પદભાર માટે પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવીએ….!