ગુરૂનું પાદુકા પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી:; ભાવીકો ભાવ વિભોર

ગાઢ અંધકારમાંથી પૂર્ણ પ્રકાશ તરફ દોરી જનાર ગુરૂદેવનું ઋણ ચૂકવવા ભાવીકો ઉમટી પડયા: રાજકોટમાં સદગુરૂ આશ્રમ, બગદાણા, તાલગજરડા, પોરબંદર સાંદીપની આશ્રમ, પાટડી ઉદાસી આશ્રમ, સતાધાર, પરબધામ સહિતની ધાર્મીક જગ્યાઓએ ભાવીકો ઉમટયા

શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર ગુરૂ એક જીવન શિલ્પી મહાપુરુષ છે ગુરૂ અને શિષ્યના પાવન પર્વ અર્થાત ગુરૂપૂર્ણિમાની આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના સદગુરૂ આશ્રમ, બગદાણા, તાલગજરડા, જૂનાગઢ, પોબરંદરના સાંદિપની આશ્રમ સહિતના ધાર્મિક સ્થળોએ સવારથી ભાવીકોના ઘોડાપુર ઉમટી પડયા હતા.2 67મનુષ્યના જીવનમાં માતાપિતા બાદ સૌથી વધુ મહત્વ ગુરૂ છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ‘ગુરૂ ગોવિંદ દોનુ ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય’ ગુરૂની કૃપા વરસે તો જ ગોવિંદના દર્શન થાય છે. એટલે દરેક મનુષ્યના જીવનમાં ગુરૂનો મહિમાં ભગવાન કરતા પણ વધારે હોય છે. અષાઢ શુદ ૧૫ની ઉજવણી ગુરૂપૂર્ણિમાં તરીકે કરવામાં આવે છે આજે ગુરૂ-શિષ્યના પાવન પર્વક ગુરૂર્ણિમાની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.3 56ઠેર ઠેર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં સદગુરૂ રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે વહેલી સવારથી જ ભાવીકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ગુરૂજીના પાદુકાને સ્પર્શ કરી ભાવીકોએ ગુરૂ મળ્યા જેટલો આનંદનો અહેસાસ કર્યો હતો.4 42 આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મહુવાના તાલગાજરડા, બગદાણા ખાતે બાપા સિતારામની જગ્યા સતાધાર ખાતે આપાગીગાની જગ્યા પરબધામ જગ્યા, પોરબંદરનાં સાંદીપનીક આશ્રમ, પાટડીના ઉદાસી આશ્રમ સહિતની ધાર્મીક જગ્યાઓ પર ભાવીકોની ભીડ જોવા મળી હતી. ગુરૂજીના પાદુકાપુજન, મહાપ્રસાદ, સંતવાણી, સહિતના ધાર્મીક કાર્યક્રમોનું આયોજન ક્રવામાં આવ્યું હતુ ભાવીકો આજે અલગ અલગ સ્થળોએ પોતાના ગુરૂદેવના આશિર્વચન માટે દોડી ગયા હતા.

દ્વારકા

આજે ગુરૂપૂર્ણિમાની દ્વારકાના શારદાપીઠ ખાતે ધાર્મિક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શારદાપીઠ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે શારદાપીઠાધીશ્વર પૂ. શંકરાચાર્યજીની પાદુકાનું પૂજન સંતો મહંતો તેમજ દ્વારકાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દ્વારકાધીશ જગતમંદિર પર નૂતન ધ્વજારોહણ પણ દર વર્ષની જેમ ગુરૂપૂર્ણિમાની પરંપરા મુજબ ઉજવણી કરાય હતી.

કુંકાવાવ

કુંકાવાવના જાળીયાપીર સૂર્યમુખી હનુમાનજીની જગ્યામાં રેલવે સ્ટેશન પાસે હનુમાનજીની જગ્યામાં બાપા સિતારામ ગ્રુપ દ્વારા બજરંગ દાસ બાપાના ઓટે થાળ તેમજ બટુક ભોજનના જુદા જુદા આયોજન કરાયા હતા.

તો સાકરીયા હનુમાનજી મંદિરના મહંત વામનદાસબાપુ ગોંડલીયાના નિવાસ સ્થાને ગુરૂપૂર્ણિમાનો અવસર ધામધૂમથી ઉજવાયો હતો. સાંજના મહાપ્રસાદ તેમજ રાત્રીનાં સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાડપર (સરધાર) ના સુપ્રસિધ્ધ ભજનીક પરશુબાપુ, કનુબાપુ, કિશોરબાપુ, ઘનશ્યામબાપુ, ભજનની રમઝટ સાથે સંતવાણી પીરસશે તેમ મુન્નાબાપુએ યાદીમાં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.