ડ્રાઈવ ઈન સિનેમા ખાતે જીનિયસ ગ્રુપ દ્વારા નિર્માણાધીન અત્યાધુનિક કલબમાં મેમ્બર માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ૭૫ એમીનીટીઝ ઉપલબ્ધ રહેશે
જીનિયસ ગ્રુપ દ્વારા કાલાવડ રોડ, ડ્રાઈવ ઈન સિનેમા ખાતે એક્રોલોન્સ કલબનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે જાજરમાન દાંડીયા નાઈટ યોજાઈ ગઈ. જેમાં ગરબા સ્પેશ્યાલીસ્ટ ઐshvર્યા મજમુદારે લોકોને તેના મધુર સ્વરથી ઝુમાવ્યા હતા.
આ કલબ અઢી લાખ સ્કવેર ફીટમાં તૈયાર કરવામાં આવશે. જેમાં ફકત ૩૦૦૦ લોકોને મેમ્બરશીપ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નામાંકિત મહેમાનો હાજર રહ્યા હતા.વધુમાં એક્રોલોન્સના ઓનર અને ડીરેકટર જય મહેતાએ જણાવ્યું હતું કે, એક્રો એટલે સર્વોચ્ચ કક્ષાની લેન્ડ એટલે એક્રોલોનસ. રાજકોટ સિટીના મધ્યસ્થ વિસ્તારથી થોડા જ અંતરે આ કલબ બનવા જઈ રહ્યું છે. સૌપ્રથમવાર સૌરાષ્ટ્રમાં એવું એક કલબ બનવા જઈ રહ્યું છે.
જેનો સેવન વન્ડર ઓફ રાજકોટમાં સમાવેશ થશે તેવો અમારો વિશ્વાસ છે. આ કલબના ૭૫થી વધારે એમેનીટીઝ આપવામાં આવશે. ખાસ કરીને એમેનીટીઝની વાત કરીએ તો વેધર ઈનફીલીટી સ્વીમીંગ પુલ બનાવવામાં આવશે. ગુજરાતનું આ પ્રથમ કલબ છે.
જેમાં આ સ્વિમિંગપુલ બનાવવામાં આવશે. આ સ્વીમીંગ પુલ ટેમ્પરેચર કંટ્રોલવાળો રહેશે. આ ટેકનોલોજીનું બીજા દેશોનાં જ ઉપલબ્ધ છે તે ટેકનોલોજીને અમે રાજકોટવાસીઓ માટે લઈને આવી રહ્યા છીએ.
રાજકોટમાં રેસકોર્સ-૨ બનવા જઈ રહ્યું છે. નવું એરપોર્ટ આવી રહ્યું છે. રાજકોટ ટવેન્ટી સેકન્ડ ફાસ્ટેટ ગ્રોઈંગ સીટી છે તો બધાની સાથે મળવા માટે રાજકોટમાં એક સારા કલબ કલ્ચરની જરૂર છે ત્યારે અમારું જીનીયસ, આર.કે.શકિત અને ડ્રાઈવ-ઈન ગ્રુપ ભેગા મળીને આ કલ્ચરને લઈને રાજકોટમાં આ ભવ્ય કલબનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આ કલબની મેમ્બરશીપ ગોલ્ડ મેમ્બરશીપ માટે ૩ લાખ અને પ્લેટીનીયમ મેમ્બરશીપ માટે ૫ લાખ રાખવામાં આવ્યા છે. આ કલબ ૩૬ મહિનામાં પુરુ કરવામાં આવશે.વધુમાં એક્રોલોનસના ઓનર અને ડિરેકટર ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા હું રાજકોટની જનતાનો ખુબ ખુબ આભાર માનુ છું. લગભગ આજે લોન્ચીંગ કાર્યક્રમમાં ૨૫૦૦૦ થી વધુ લોકો એક્રોલોન્સના આંગણે ઉમટી પડી છે ત્યારે હું રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાનો ખુબ-ખુબ આભારી છું.
એક્રોલોન્સ કલબ કાલાવડ રોડ પર અઢી લાખ સ્કવેર ફીટમાં આકાર લઈ રહી છે ત્યારે લોકોને હું બિઝનેસ અને ફેમીલી કલબની સુવિધા પુરી પાડવા જઈ રહ્યા છીએ. આ કલબ ગુજરાતની બેસ્ટ કલબ તરીકે પ્રસ્થાપિત થશે તેની અમને ખાતરી છે.
હું અમારા તમામ ડાયરેકટરોનો પણ ખુબ આભારી છું. ફેમિલી સાથે આનંદ માણી શકાય તેવું આ કલબ બનવા જઈ રહ્યું છે. ૩ સ્વિમીંગ પુલ, ઓર્ગેનીક મોલ તથા પાર્ટી લોન્સ સહિતની ફેસીલીટી આ કલબમાં ઉપલબ્ધ કરવામાં આવશે.મૌલેશભાઈ ઉકાણીએ કહ્યું હતું કે, એક્રોલેન્સનું જે આજે ઉદઘાટન થયું છે અને લોન્ચ થયું છે તે રાજકોટ માટે આનંદની વાત છે અને આવી સુંદર મજાની કલબ રાજકોટને મળતી હોય તો એ ન નજીક ન દુર દરેક રીતની ફેસેલીટી કહેવાય અને આનો લોકો ઉપયોગ કરે અને ખુબ આનંદ કરે તેવી શુભેચ્છા અને શુભકામના પાઠવવું છું.આર.કે.ગ્રુપના ચેરમેન સર્વાનંદ સર્વાંણીને કહ્યું હતું કે, રાજકોટમાં એક નવી જ લાઈફસ્ટાઈલ આવી રહી છે. એક્રોલોન્સ મેમ્બર કલબ તે ડ્રાઈવિંગ સિનેમાના ગ્રાઉન્ડમાં આવે છે અને રાજકોટથી ઘણી નજીક ડેવલોપ એરીયામાં છે જેનું પ્રુફ છે. આર.કે.ગ્રુપ, જીનિયર્સ સ્કુલ અને શકિત સ્કુલ જેમાં આર.કે.ગ્રુપએ રાજકોટનું નામાંકિત ગ્રુપ છે. જેણે બિલ્ડરમાં ઘણા સારા એવા પ્રોજેકટ કર્યા છે.
કોમર્શીયલ, રેસીડેન્સ એન્ડ વિકેન્ડ બંગ્લોઝ જે સારી ફેસેલીટી મેન્ટેન કરવામાં આગળ પડતું રહ્યું છે અને બધી જ આખી ટીમ…ટીમ વર્ક છે. જેમાં આર્કિટેક પણ બહુ સારા છે અને આ કલબમાં હેલ્થથી લઈ સચોટથી લઈ અને દરેક વસ્તુમાં ચેન્જ આપશે. જેમાં દરેક લોકો આનંદ માણી શકશે. નાના વયથી લઈ યંગ અને પેરેન્ટસ પણ બધા આનંદ લઈ શકશે એવી અમે રાજકોટના આ નવી કલબને શુભેચ્છા આપીએ છીએ અને આપ સૌ આ કલબનો સારી રીતે ઉપયોગ કરી શકશો.પંચશીલ સ્કુલના ટ્રસ્ટી ડી.કે.વાડોદરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની જનતાને આ પ્રકારનું કલબ મળી રહે તે માટે આ એક્રોલોન ખુબ જ સરસ કલબ બનવા જઈ રહ્યું છે. રાજકોટથી નજીક જ આ કલબ હોવાથી લોકો રોજીંદી જિંદગીથી થોડીક હળવાશ માટે આ કલબમાં ભરપુર આનંદ મેળવી શકે છે.સાયબર સેલના પોલીસ ઈન્સ્પેકટર એન.એન.ઝાલાએ કહ્યું હતું કે, ખરેખર રાજકોટનો રાજપથ એવો કાલાવડ રોડ અને આવા મુખ્ય રસ્તાઓ પર આવી જે એક્રોલોન્સ કલબ થતી હોય તો ખરેખર જે ઓફિસર વર્ક લોડથી ટ્રેસમાં રહેતા હોય એને રિલેક્ષ મેળવવા માટેનું આ સ્થળ મહત્વનું અને બેસ્ટમાં બેસ્ટ કલબ લોકેશન કહેવાય. હવેના દિવસોમાં આવી કલબની ખરેખર જરૂરીયાત હતી. ચિંતા મુકત થવા માટે અહીં લોકો તેના પરીવાર સાથે આવી શકે તેવું વાતાવરણ પણ છે.