સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાની સાથે થિયરીની પરીક્ષાઓ અંગેની તારીખ પણ જાહેર કરી દીધી હોવાનું જાણવા મળે છે. જે અનુસાર ધો.10 અને 12ની બોર્ડની થિયરીની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. આમ, થિયરી પરીક્ષા શરૂ થાય તે પહેલા બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરી દેવાનું આયોજન છે.
શાળાઓએ પ્રેક્ટિકલ પરીક્ષાના દિવસે જ વિધાર્થીઓના ગુણ અપલોડ કરવાના રહેશે
શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ મોકલતી વખતે ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચના અપાઈ છે. અગાઉ ગુણ મોકલવામાં ભૂલો થઈ હોવાનું બોર્ડના ધ્યાને આવતા તાકીદ કરવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા 2024માં યોજાનારી પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે.
સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફીકેશન અનુસાર 1 જાન્યુઆરીથી ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. જ્યારે 15 ફેબ્રુઆરીથી થિયરી પરીક્ષા લેવામાં આવનાર હોવાનું આયોજન છે. બોર્ડની પરીક્ષામાં 30 ટકા વેઈટેજ પ્રાયોગીક પરીક્ષાઓનું રહેશે. જ્યારે 70 ટકા વેઈટેજ થિયરી પરીક્ષાઓનું રાખવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા થિયરી પરીક્ષા લેવામાં આવે તે પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે.