પીએનબીના ગોટાળા બાદ નાણા મંત્રાલય સફાળુ જાગ્યુ: સીબીઆઈની સાો સા ઈડી અને ડીઆરઆઈની પણ મદદ લેવાશે
પંજાબ નેશનલ બેંકના ગોટાળા જાહેર યા બાદ નાણા મંત્રાલય જાહેર ક્ષેત્રોની બેંકોમાં કૌભાંડ મામલે સચેત બની ગયું છે. રૂ.૫૦ કરોડી વધુના તમામ એનપીએ ખાતાઓની તપાસ સીબીઆઈની સોંપવાની તૈયારી બતાવાઈ છે. આ મામલે જાહેર ક્ષેત્રની બેંકોને પણ સાવધાન કરી દેવાઈ છે.
પંજાબ નેશનલ બેંકના ૧૨૭૦૦ કરોડી વધુના કૌભાંડ બાદ અન્ય સરકારી બેંકો પણ તપાસ સંસઓને ઘુંટણીએ પડી નાણા પરત ન કરનાર ડિફોલ્ટરો સામે પગલા લેવાની માંગણી કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય બેંકોમાં એનપીએનું વધતું પ્રમાણ ર્અતંત્રની કમર ભાંગી રહ્યું છે. જાહેર ક્ષેત્રોની બેંકોમાં કુલ ૮.૫ લાખ કરોડી વધુની નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) છે. રૂ.૫૦ કરોડી વધુના એનપીએ ખાતાની તપાસ સીબીઆઈને સોંપવાની તરફેણ કરવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની બેંકોએ કેટલાક કેસોમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ઈડી), ડાયરેકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ)ની સહાયતા પણ માંગી છે. હાલ બેંકો એનપીએી ચિંતીત બની છે. બેંકોએ જે લોનમાં પેઢી હા ઉંચા કરી દે તેવી શકયતા હોય તેના પર તપાસ કરવાનું નકકી કર્યું છે. ઈડી, ડીઆરઆઈ તેમજ સીબીઆઈની સહાયી બેંકો એવા એનપીએ ઈ શકે તેવા એકાઉન્ટ ઉપર નજર રાખી રહી છે. આ એકાઉન્ટ ગમે ત્યારે એનપીએ ઈ જાય તેવી દહેશતના પગલે બેંકો ફફડી રહી છે.
૭૦૦૦ બેંક કર્મચારીઓની બદલી
પંજાબ નેશનલ બેંકના કૌભાંડ બાદ સેન્ટ્રલ વિજીલન્સ કમિશને કામ કરતા હોવાનો દેખાડો શ‚ કરી દીધો છે. મસમોટુ કૌભાંડ આચરાઈ ગયા બાદ હવે બેફામ બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. હાલ જાહેર ક્ષેત્રની બેંકના ૭૦૦૦ કર્મચારીઓની બદલી કરવાનો નિર્ણય લેવાનો હોવાનું જાણવા મળે છે. દેના બેંક અને બેંક ઓફ બરોડા તા પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓની ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઓરીએન્ટલ બેંકના ૪૦ કર્મચારીને તો ટ્રાન્સફર લેટર પણ મળી ગયો છે. છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયી કર્મચારીઓના એસોશીએશન પણ નારાજ ઈ ગયા હોવાનું જાણવા મળે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે નવી ગાઇડલાઇનને કેન્દ્રની મંજૂરી
પંજાબ નેશનલ બેંકના કૌભાંડે સરકારને પાયાી હચમચાવી દીધી છે. સરકાર હવે ઓડિટરનેડિસીપ્લીનમાં રાખવા અને નિયંત્રીત કરવાનવીએજન્સીરચવાજઈરહીછે.અગાઉઆ દરખાસ્તપાંચ વર્ષ પહેલા થઈ હતી. જો કે, સરકાર હવે ભાનમાં આવી છે. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ડિસીપ્લીન માટે તખતો ઘડાઈ રહ્યો છે. મીનીસ્ટરી ઓફ કોર્પોરેટ અર્ફેશ નવી એજન્સી માટે સલાહ સુચન લઈ રહી છે. કેટલાક લોકો ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા હવે કાગ નો વાગ ઈ ગયો હોવાની દલીલ પણ કરે છે. માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નવી ગાઈડ લાઈન રચવી જ‚રી બની ગઈ છે.
હિરા ઉદ્યોગને કૌભાંડનું ભૂત વળગ્યું
દેશની ૬૦ બીલીયન ડોલરના મહાકાય હિરા ઉદ્યોગને કૌભાંડોનું ભુત વળગ્યું છે. ૫૦ વર્ષના ઝવેરી પંકજ પારેખને પીએનબીના કૌભાંડ બાદ તપાસ માટે મજબૂર વું પડી રહ્યું છે. તેમની પાસે ગયા અઠવાડિયે જ નાણા ધિરનારે ક્રેડીબીલીટી માંગવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી આ પ્રકારની માંગણી કોઈ પણ લેન્ડર દ્વારા કરવામાં ન આવી હોવાનું કહેવાય છે. હિરાના ઉદ્યોગકારો ઉપર અવિશ્ર્વાસ જતાવાઈ રહ્યો છે. બેંકો અને ખાનગી પેઢીઓ પણ નાણા ધીરતા પહેલા વધુ પ્રમાણમાં પુછપરછ કરી રહી છે. પીએનબીમાં નીરવ મોદીએ કરેલા ગોટાળાી તમામ ઉદ્યોગકારોને શંકાની નજરે જોવાઈ રહ્યાં છે.