આરોગ્ય પાછળ ખર્ચના કારણે વર્ષે ૫.૫ કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાઈ જાય છે: સર્વે
દેશમાં ગરીબીનું પ્રમાણ વધવા પાછળ બેકારી નહીં પરંતુ આરોગ્ય-સારવાર પાછળ તો ખર્ચ હોવાનું આંકડા કહી રહ્યાં છે. એક વર્ષમાં ૫.૫ કરોડ ભારતીયો આરોગ્ય પાછળ ખર્ચના કારણે ગરીબીમાં ધકેલાઈ ગયા હોવાનું જાણવા મળે છે. ૫.૫ કરોડમાંથી ૩.૮ કરોડ લોકો તો ગરીબીની રેખા નીચે પહોંચી ગયા છે.
તાજેતરમાં પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ કેન્સર, હૃદય રોગો તા ડાયાબીટીસના કારણે અનેક પરિવારોને ગંભીર ર્આકિ અસર પહોંચી છે. એકંદરે થતાં ખર્ચમાં જોઈએ તો ભારતીય પરિવારો દર મહિને પોતાની આવકની ૧૦ ટકા રકમ આરોગ્ય પાછળ તાં ખર્ચમાં ગુમાવી દે છે. આ આંકડા સરેરાશ છે અનેક પરિવારો ગંભીર બીમારીઓના કારણે ગરીબીમાં ધકેલાઈ ગયા છે.
તાજેતરમાં મોદી સરકારે લોકો પર આરોગ્ય અને સારવારનું ર્આકિ ભારણ ન રહે તે માટે મહત્વની આરોગ્ય યોજના શરૂ કરી હતી. આ ઉપરાંત અનેક મહત્વની દવાઓના ભાવનું બાંધણુ કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો હતો. પરિણામે છેલ્લા થોડા સમયમાં દવાઓના ભાવમાં ૨૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સરકારે આરોગ્ય વીમા યોજના હેઠળ પણ લોકોને સસ્તી સારવાર આપવાનો પ્રયત્ન કર્યો છે.
સરકારે જન ઔષધી સ્ટોરના માધ્યમી લોકોને સસ્તા દરે દવાઓ પૂરી પાડવા પણ પ્રયાસ કર્યો છે. આ યોજના હેઠળ દેશમાં ૩ હજારી વધુ જન ઔષધી સ્ટોર ઉભા કરવામાં આવ્યા છે.
દર વર્ષે કેન્સર, હૃદયરોગ તેમજ અન્ય ગંભીર બીમારીના કારણે અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. મોટી સંખ્યામાં નાણાનો વ્યય સારવાર પાછળ થતો જોવા મળે છે. કુટુંબીજન માંદુ પડે ત્યારે વેપાર-ધંધા અટકી પડે છે. જેથી માત્ર ખર્ચ જ નહીં પરંતુ આવક ઉપર પણ સીધી અસર પડે છે.