ઈન્દ્રપ્રસ્થનગરમાં ચતુર્વિધ સંઘનો પ્રવેશ સમારોહ
પૂ.ધીરગુરુદેવ આજે ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘમાં પ્રવેશ કરતા તેઓનું હર્ષભેર સ્વાગત સન્માન કરાયું હતું. પૂ.ધીરજમુનિ મ.સા.એ આ અવસરે ધર્મસભા સંબોધી સુખ-દુ:ખના કારણો સમજાવ્યા હતા.
પી.એમ.ટ્રસ્ટ સંચાલિત ઈન્દ્રપ્રસ્થનગર સ્થા.જૈન સંઘમાં દીક્ષા દાનેશ્વરી પૂ.ધીરગુરુદેવ વિહાર કરતા જુની પેઢીના જે.એમ.શાહ, સતીષભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહના નિવાસે પગલા કરી મહેતા ઉપાશ્રયે પધારતા ગોંડલ ગચ્છ કી શાન હૈ, ધીરગુરુ મહાન હૈના જયનાદે પ્રવેશ થયા બાદ ઈન્દુભાઈ બદાણીની અધ્યક્ષતામાં જયશ્રીબેન શાહે સ્વાગત પ્રવચન કર્યા બાદ સુચિત્રા મહેતા અને દીક્ષાર્થીએ ગીત રજુ કર્યા બાદ કંગના મણીયારે કાલીધેલી ભાષામાં ગુરુ સ્વાગત કર્યું હતું.
જયારે શય્યાદાન-મહાદાનના સુત્રને ચરિતાર્થ કરવા રજત કળશનો ચડાવો ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણીએ લીધેલ. રંજનબેન પટેલે સન્માન કરેલ. હરેશભાઈ વોરાની વિનંતીનો સ્વીકાર કરી તા.૨૭ને ગુરુવારે સવારે ૭:૩૦ કલાકે અભય અને નેમિષ વિનોદરાય પુનાતરના નિવાસે પધાર્યા બાદ ૮:૩૦ કલાકે નવકારશી બાદ સરદારનગર પધારશે. પૂજય ધીરજમુનિએ ધર્મસભાને સંબોધતા જણાવેલ કે જીવનમાં દુ:ખનું કારણ ધર્મનો અભાવ, સુખનું કારણ ધર્મનો પ્રભાવ અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ છે માટે સ્વભાવ પરિવર્તનથી જ પરમાત્મા બની શકાશે.