રેલ્વે મંત્રાલય દ્વારા તમામ રેલવે સ્ટેશનો પર બોટલ ક્રસિંગ મશીન ઉપલબ્ધ કરાશે

ભારતીય રેલવે દેશનું એવું સૌપ્રથમ સરકારી તંત્ર બનશે કે જે બીજી ઓકટોબરથી પ્લાસ્ટિકનાં કચરા સામે પરિણામદાયી કામગીરી માટે કામે લાગી જશે. રેલવે સિન્ગલ યુઝ પ્લાસ્ટિકનાં સરકારી આયોજનનાં અમલ માટે દેશભરમાં દરેક ટ્રેનમાં તૈનાત કેટરીંગ સ્ટાફને ટ્રેનમાંથી ખાલી પ્લાસ્ટીકની પાણીની બોટલો એકત્રિત કરી તેનાં નિકાલની જવાબદારી ઉપાડી લેશે.

સોમવારે ઈન્ડિયન રેલવે કેટરીંગ એમ્પ્લોય સર્વિસ આઈઆરટીસીને રેલવે એક સુચના પત્ર દ્વારા આદેશ આપી દીધો છે કે, તમામ ટ્રેનોમાંથી મુસાફરો દ્વારા ફેંકી દેવાતી પાણીની ખાલી બોટલો એકઠી કરી તેનો નિકાલની જવાબદારી ઉપાડવાની છે. દેશમાં પ્લાસ્ટિકનાં સિગ્નલ યુઝને પ્રોત્સાહન આપવા તમામ ફેરિયાઓને આવી બોટલોનો બીજીવાર ઉપયોગ કરવાથી રોકવામાં આવશે. આ સરકયુલરમાં જણાવાયું છે કે, દરેક સ્ટેશને પ્લાસ્ટિકની ખાલી બોટલોનાં નાશ માટે બોટલું ક્રસિંગ મશીન ઉપલબ્ધ કરવામાં આવશે.

રેલવે બોર્ડનાં ચેરમેન વી.કે.યાદવે આ પરિપત્ર ઉપરાંત તમામ જનરલ મેનેજર અને વિભાગ્ય પ્રબંધકોને વ્યકિતગત રીતે આ આદેશનાં અમલ માટે મોબાઈલ સંદેશા મોકલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રદુષણમુકત વાતાવરણનાં સપનાને પુરુ કરવા પ્લાસ્ટિકનાં સિંગલ યુઝ (એક જ વખતનાં વપરાશનો અમલ રેલવેમાં સારી રીતે થાય તે માટે હિમાયત કરી હતી. વડાપ્રધાને તેમનાં સ્વતંત્ર પર્વનાં ભાષણમાં પાણીની બોટલનો એક જ વખત કરવાની અપીલનો અમલ રેલવેમાં સારી રીતે થાય તેવી હિમાયત કરી હતી.  રેલવે બોર્ડનાં ચેરમેન વી.કે.યાદવે અપીલ કરી છે કે, સીંગલ યુઝ પ્લાસ્ટિકનો અમલ રેલવેમાં સારી રીતે કરવા માટે આપણે પ્રતિબઘ્ધતાની ભાવી ૨ ઓકટોબર-૨૦૧૯થી ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનોમાં કયાંક એકવાર વપરાયેલી પાણીની બોટલો બીજીવાર ઉપયોગ ન થાય તે માટે તંત્ર સજજ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.