- આ ફિલ્મ દરેક સામાન્ય વ્યકિત પર આધારિત: પૂજા જોશી
- જોની લીવર સાથે કામ કરવું એ સૌભાગ્યની વાત: જીમીત ત્રિવેદી
ગુજરાતી મુવી જયસુખ ઝડપાયો ના બે મુખ્ય કલાકાર જીમિત ત્રિવેદી અને પૂજા જોશી ફક્ત મુલાકાતે આવ્યા હતા.ગુજરાતી મુવી ’જયસુખ ઝડપાયો’માં જયસુખ નું પાત્ર જીમિત ત્રિવેદી ભજવી રહ્યા છે તેમને અબતક સાથેની ઘણી ખરી ચર્ચામાં નીચે મુજબની વાતોનું સાથેનું વર્ણન કર્યું છે.
જયસુખ નું પાત્ર એ સામાન્ય માણસના જીવન સાથે સંકળાયેલું છે જેમાં જીવનશૈલીના તમામ પ્રોબ્લેમો એ એક સામાન્ય માણસના હોય છે તેવા જ ફિલ્મના કલાકાર તરીકે અને તેમના પાત્રમાં બધા પ્રોબ્લેમ્સ એ જયસુખના એડ્રેસની ખબર છે. અને જયસુખ એ વાત વાતમાં ઝડપાઈ જાય છે જેને કારણે જયસુખ ઝડપાયો નું ટાઈટલ આપવામાં આવ્યું છે.
ફિલ્મમાં જયસુખ એ એક કોમન મેન છે તેમણે તેમની ફેમિલી, તેમની જોબ, તેમના બોસ વગેરેને સમાંતર લઈને ચાલવાના છે અને બધા જ પ્રોબ્લેમ ને ફ્રેશ કરીને ચાલવાના છે જ્યારે વધારામાં એક રાહુ-કેતુ જેવો મિત્ર પણ તેમના જીવનમાં હોય છે કે તેમના પણ ખર્ચ ઉઠાવવા પડે છે આમ સામાન્ય માણસ છેવટે કઈ રીતે જીતે છે તેનો સાર આ મુવી ના પાત્ર તરીકે ભજવી રહે છે.
અને વધારામાં કહીએ તો મિડલમેન કે સર્વાઇવર મિડલ ક્લાસ પાસે જ હોય છે. આખી ફિલ્મ સિચ્યુએશન ક્રિએટ થાય અને તેમાં જે કોમેડી થાય છે તેના પર જ રહેલી છે. આ ફિલ્મ નવા જીમિત ત્રિવેદી ને લોકો હીરો તરીકે મળશે તેમ જ તેમનું વ્યક્તિત્વ રૂપ રોમેન્ટિક અને નોર્મલ સાદા વ્યક્તિ તરીકેનું કેરેક્ટર નિભાવી રહ્યા છે.
ફિલ્મમાં જોની લીવર નો બહુ મોટો સપોર્ટ રહેલો છે જેના લીધે ફિલ્મના તમામ ડાયલોગ ડિલિવરી થી માંડીને ટેક રી ટેક ના સીન ખૂબ જ સરળ બની ગયા છે.
જોની લીવર સાથેના કોમેડી કામનો બીજી કે ત્રીજી વાર નો અનુભવ છે પરંતુ પરેશ રાવલ, બચ્ચનસર કે ઋષિ કપૂર જોડે પણ કામ કરેલું છે તો તેના દ્વારા તે અનુભવ થાય છે કે તે ખરેખર લેજન્ટ વ્યક્તિઓ છે અને જોની લીવર એ ખૂબ બ્રાન્ડેડ વ્યક્તિ છે.
જયસુખ ના પાત્ર માં સૌથી મોટી ચેલેન્જ એ હતી કે હસવાનું નથી; ડાયલોગ માં ભૂલ થાય તો ચાલશે પરંતુ હસવાનું બિલકુલ નથી જે સૌથી મોટી ચેલેન્જ રહેલી હતી.
પૂજા જોશી:
અબતક સાથેના મુલાકાતમાં પૂજા જોશીએ કહ્યું કે જયસુખ ઝડપાયો એ મારી ચોથી ફિલ્મ છે જેમાં જોની લીવર જોડે કામ કરવાની સૌથી મોટી મોટી તક મળી છે અને ડાયરેક્ટર તથા પ્રોડ્યુસર ધર્મેશ મહેતા નું અભિવાદન કર્યું છે. પૂજા જોશીએ કોમેડી વેબ સીરીઝ કરી છે સીરીયલ કરી છે પરંતુ કોમેડી ફિલ્મ પ્રથમ વખત કરી છે.
જોની લીવર એ નોંધ ગુજરાતી હોવા છતાં આખી ફિલ્મ ગુજરાતીમાં કરી છે જેના માંથી ઘણું શીખવા જેવું છે અને તે ઘણા મોટીવેશનલ તરીકે પણ જોવાલાયક બન્યા છે. પૂજા જોશીએ બાયોટેક કરતા હતા અને ત્રીજા વર્ષમાં તેમણે હિન્દી સીરિયલની ઓફર આવી અને તેમને સ્વીકારી લીધી હતી હાલમાં જો ફિલ્મ ઇન્ડસ્ટ્રી મનો આવ્યા હોત તો અત્યારે તે ડોક્ટરનું પ્રોફેશન કરતા કરી રહ્યા હોત.
ફિલ્મના મુખ્ય મેસેજમાં બંને લોકો દ્વારા કહેવાયેલું છે કે ફિલ્મ છે, ફિલ્મી જગતમાં ગુજરાતી મુવી અને હિન્દી મુવી ની સરખામણીમાં હિન્દી મુવી આવી છે, પરંતુ ફબફિંસ સાથેની વાતચીતમાં અમિત ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતીઓએ હજી માતૃભાષા માટે નો ગર્વ જોઈએ તેટલો આવતો નથી પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાતોમાં માતૃભાષા એ મહત્વનું હોય છે તેનો ગર્વ હોવો જરૂરી છે; એક દ્રષ્ટાંત તરીકે તેને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ના ફિલ્મો ના ઉદાહરણ તરીકે પણ સમજાવ્યું હતું. ગુજરાતી મુવી ઇન્ડસ્ટ્રી એક જ એવી છે કે જેમાં અર્બન અને રૂરલ ઇન્ડસ્ટ્રી એમ બે ભાગ પડે છે પરંતુ બાકીની બધી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ હોય છે જે મુખ્ય તફાવત જણાય છે.
ગુજરાતીઓએ ફિલ્મો માટે પૈસા ખર્ચવા તૈયાર છે પરંતુ તેમને સારામાં સારું પરફોર્મન્સ અને સારામાં સારું વ્યક્તિત્વ કે કલાકાર તરીકે નો પર્ફોમન્સ આપવું પડે છે આમ જોવા જઈએ તો ગુજરાતી લોકો નાટકોના હજાર રૂપિયા પણ ખર્ચીને જોવા જાય છે જેમાં તેને સંતોષનો અનુભવ થાય છે તેમજ ગુજરાતી ફિલ્મમાં પણ સારામાં સારું પરફોર્મન્સ આપીને પ્રેક્ષકોને સંતોષ પૂર્વક નું મનોરંજન પાઠવી શકીએ છીએ.
જીમિત ત્રિવેદી:
જીમિત ત્રીવેદીના કહ્યા મુજબ ગુજરાતી ફિલ્મો નું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ફિલ્મ બનાવનાર લોકો માટે નો મુખ્ય સંદેશો આપવાનો કે ફિલ્મ માટે વિચારો નહીં કોઈપણ ફાલતું ચર્ચા કરતો નહીં પરંતુ ફિલ્મ બનાવી નાખો જેને નિહાળવા માટે મોટો જનમેદની દ્વારા જોવામાં આવશે અને ફિલ્મ હિટ જશે ઉપડી જશે. જીમિત ત્રિવેદી ના કહ્યા મુજબ તેમની પણ એક હિન્દી વેબ સીરીઝ આ વર્ષમાં જ આવી રહી છે
પૂજા જોશી: મારે આવનારી જયસુખ ઝડપાયો ફિલ્મ પછી બે ફિલ્મ રિલીઝ થશે એક ’હું તારી હીર’ અને બીજું ’નો કીડીંગ’. સાથે બીજી વેબ સીરીઝ તેજમલ ઠાકોર જોડે વાતવાતમાં કરીને સીઝન -2 પણ આવી રહી છે.