મુંબઇમાં બિજનેશમેન મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી શંકાસ્પદ કાર સંબંધિત કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ક્રાઇમ બ્રાંચ અને એટીએસ તપાસ કરી રહી છે. દરમિયાન, વાહનમાંથી જે પત્ર મળ્યો હતો,તેમાં ઘણા ખુલ્લાસાઓ થયા છે.
આ શંકાસ્પદ કારમાંથી મળેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ તો ફક્ત ટ્રેલર છે. નીતા ભાભી, મુકેશ ભૈયા, આ તો એક ઝલક છે. આગલી વખતે પુરો સામાન તમારી પાસે આવશે અને તેની આખી વ્યવસ્થા થઈ ગઈ છે.’
ઉલ્લેખનિય કે, મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર એક સ્કોર્પિયો કાર મળી આવી હતી, જેમાં જિલેટીન સ્ટીક મળી આવી હતી. અહીં આ તપાસ કરવામાં આવ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
માહિતી અનુસાર, આ પ્રવૃત્તિને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આરોપી ઘરની નજીકમાં વાહન પાર્ક કરવા માંગતો હતો, પરંતુ વધુ સુરક્ષાને કારણે તે થઈ શક્યું નહીં. તે અંબાણી પરિવારની ગતિવિધિઓ પર નજર રાખતા હતા, દરેક કોન્વેને ટ્રેક કરી રહ્યો હતો.
જો સ્કોર્પિયો કારની સીટ પર મુંબઈ ઈન્ડિયન્સના બેગ રાખવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ક્રિકેટ ટીમ છે. આ થેલીમાં ધમકીભર્યો પત્ર રાખવામાં આવ્યો હતો. જે વ્યક્તિએ અહીં સ્કોર્પિયો પાર્ક કરીને ઇનોવા કારમાં બેસીને જતો રહ્યો હતો.