વણાકબારાનાં પાંચ અને ધોધલાનાં બે વધુ કેસ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ ૧૧ કેસ નોંધાયા

કોરોનાનો કહેર સમગ્ર વિશ્ર્વમાં વ્યાપયો છે જેમાંથી બાકાત પણ રહી શકયું નથી. દિન-પ્રતિદિન કોરોનાનો ફફડાટ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. કોરોના લોકાને ઝડપભેર તેના ભરડામાં લઈ રહ્યું છે તેવા સંજોગોમાં હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પણ કોરોનાના ભરડામાં આવી ગયું છે તેવું કહી શકાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે એક સમયે કોઈપણ પ્રકારનો કોરોના પોઝીટીવ દર્દીનું અસ્તિત્વ હતું નહીં પરંતુ હાલ કોરોનાનો કહેર દીવ ખાતે પણ પુરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે હાલ દીવ ખાતે કુલ ૨૫ એકટીવ દર્દીઓ નોંધાયા છે.

દીવ જિલ્લામાં ફરી આજે નવા સાત કેસ નોંધાયા. જેમાં વણાકબારા માં પાંચ અને ઘોઘલા માં બે વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા. દીવ જિલ્લા કલેકટર સલોની રાયે જાણકારી આપી હતી કે દિવ જિલ્લાના વણાકબારા વિસ્તારમાં ૫ પોઝિટિવ કેસ નોંધાયા અને આ સાથે ઘોઘલા મા પણ ૨ પોઝિટિવ વ્યક્તિ મળી આવતા આજે દીવ જિલ્લામાં કોરોના નવા સાત કેસ નોંધાયા છે. તેમજ તારીખ ૨૩/૭ ને ગુરુવારે પણ દીવમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ૩ સરકારી કર્મચારીઓ અને ૧ ઘોઘલાના સ્થાનિક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ બે દિવસમાં દીવ જિલ્લામાં કુલ ૧૧ લોકો કોરોના સંક્રમણ ના ઝપેટમાં આવ્યા હતા. આ તમામ વ્યક્તિઓ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દીવ સરકારી ભજ્ઞદશમ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ દીવ જિલ્લા કલેકટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમના રહેણાંક વિસ્તાર ની મુલાકાત લીધી હતી તેમજ આ વિસ્તારને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે દીવમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૨૫ એ પહોંચી છે. તેમજ ૨૨ દર્દીઓ કોરોના  ને મ્હાત આપીને પોતાના ઘરે પાછા ફર્યા છે. અને બે દર્દીઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.