હિતેશ રાવલ – સાબરકાંઠા
સાબરકાંઠાની સાબર ડેરી સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ એશિયામાં દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સાબર ડેરીના સંચાલકના નામે બનાવટી દૂધનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું . આ કામ બેરના દૂધ મંડળી દ્વારા કરવામાં આવતું હતું .આ પ્રકરણમાં સ્થાનિક ગ્રામ્ય ડેરીમાં ચેરમેન અને સેક્રેટરીના નામે બનાવટી દૂધ ભરાતું અને બધે જ વહેંચવામાં આવતું હતું. આ ઘટના બાદ સાબર ડેરી દ્વારા રૂપિયા 5 લાખના દંડ સહિત એક દિવસનું દૂધ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હવે રાજકીય કિન્નાખોરી રાખવાના આક્ષેપ સાથે આજે સમગ્ર કૌભાંડ બહાર લાવનાર ને જ આરોપી તરીકે દર્શાવતા હોવાના માનવમાં આવે છે. આ પગલે જિલ્લા પોલીસ વડા કચેરી આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.5 લાખ જેટલો દંડ ફટકારનારા હવે આરોપીના પડખે કેમ ? તે જ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે.
સાબર ડેરી દ્વારા તાજેતરમાં બેરણા દૂધ મંડળીમાંથી આવી રહેલું દૂધ બનાવટી હોવાનું માલુમ પડતાં સુરભી ડેરીના સંચાલક સહિત બેરણા દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેન સામે રૂપિયા પાંચ લાખ નો દંડ ફટકાર્યો હતો જોકે આ સમગ્ર કૌભાંડ બહાર લાવનાર રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છે. સ્થાનિક ગ્રામ્ય ડેરીમાં ચેરમેન અને સેક્રેટરીના નામે બનાવટી દૂધ ભરાતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા સાબર ડેરીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
હાલમાં આ મામલે સ્થાનિક ગ્રામજનો સહિત તમામ સમાજના લોકોએ કૌભાંડને બહાર લાવનાર બળવંતસિંહ પરમા ને ટેકો આપી રહ્યા છે તો બીજી તરફ બનાવટી દૂધને બારોબાર સાબરડેરીમાં ભરાવવાના મામલે કૌભાંડ આચરનારાઓએ બળવંતસિંહ સામે ખોટા આક્ષેપો સાથે જિલ્લા કલેકટર કચેરીથી લઇ જિલ્લા પોલીસ વડાની લેખિત રજૂઆત કરાઈ છે. જેના મામલે સ્થાનિક કક્ષાએ મામલો ગરમાયો છે જેથી આજે બળવંત પરમાર સહિત તમામ સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી છે તેમ જ આગામી સમયમાં યોગ્ય ન્યાય ન મળે તો ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા વળાંક આવશે એ તો સમય બતાવશે.