એક ગધેડાના કારણે તેના માલિકને લાખોનું નુકશાન ઉઠાવવુ પડ્યુ હતું. ગયા વર્ષે એક વ્યક્તિએ પોતાની ઓરેન્જ કલરની મેકલરન ૬૫૦ સ્પાઇડર સુપર કાર વેસ્ટ-સેન્ટ્રલ જર્મનીના એક નાના પાર્કમાં પાર્કિગ કરી હતી. ત્યાર બાદ ત્યાંનો પાલતુ ગધેડો જેનુ નામ વાઇટ્સ હતું. તે ત્યાં ઘાસ ચરવા માટે પહોચ્યો હતો.
આ ગધેડો ફાઇટ્સ મેકલરના કારને ગાજર સમજી બેઠો અને તેને ખાવાની લાલચમાં કારને નુકશાન કરી બેઠો હતો. ૪૯ વર્ષનો કારનો માલિક માર્ક્સ જ્યારે પોતાની ગાડી પાસે પહોંચ્યો ત્યારે જોઇને દંગ રહી ગયો કે એક ભુખ્યો ગધેડો તેની ૨ કરોડ ૩૮ લાખથી પણ વધારે કિંમતની સ્પોટ્સ કારને નુકશાન પહોંચાડી રહ્યો છે.
આ મામલે પોલીસનું કહેવુ છે કે ગાડીના રંગના કારણે કદાચ આવુ થયુ છે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જર્મનીની કોર્ટે હુકમ આપ્યો કે ગધેડાના માલિકે કારના નુકશાન માટે આ સુપર કારના માલિકને આશરે ૫૦૦૦ પાઉન્ડ એટલે કે ૪ લાખ ૩૭ હજાર રુપિયા ચુકવવા પડશે.