હનુભાઈ રાઠોડ નામનો શખ્સ સોયાબીન તેલ, મલાઈ અને વેજીટેબલ ઘીમાંથી બટર બનાવી ‚રૂ.૧૦૦માં કિલો લેખે વેંચતો હતો: ૫૦૦ કિલો બટરનો જથ્થો નાશ કરાયો : વૃંદાવન ડેરી દ્વારા કેટરીંગમાં પણ ડુપ્લીકેટ બટર વપરાતુ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના આનંદનગર કવાર્ટર વિસ્તારમાંી ડુપ્લીકેટ બટર બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં વાસી અને અનહાઈઝેનીક મીઠાઈનું વેંચાણ કરવામાં આવતું હોવાનું પણ કારસ્તાન પકડાયું છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખાએ શહેરની શુભમ સ્કુલ નજીક આવેલા આનંદનગર કવાર્ટરમાં ચેકિંગ હા ધર્યું હતું. જ્યાં જગાભાઈ વજુભાઈ ચૌહાણ નામના વેપારીએ અનહાઈઝેનીક કંડીશનની સ્ટોર કરેલી મીઠાઈ અને શીખંડનો ૧૭૦ કિલો જથ્ો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અહીં હનુભાઈ રાઠોડ નામના શખ્સ દ્વારા ડુપ્લીકેટ બટર બનાવવામાં આવતું હોવાનું કારસ્તાન પણ પકડાયું હતું. સોયાબીન તેલ, દૂધની મલાઈ અને વેજીટેબલ ઘીમાંી બટર બનાવવામાં આવતું હતું અને અલગ અલગ ડેરીઓમાં ૧૦૦ ‚પિયાના કિલો લેખે આ બટરના જથ્ાનું વેંચાણ કરવામાં આવતું હતું. આજે પ્રોડકશન યુનિટમાંી પકડાયેલા ૫૦૦કિલો જેટલા ડુપ્લીકેટ બટરના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો.
ડુપ્લીકેટ બટરનો જથ્ો હરીધવા રોડ પર ૪-રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલા રસીકભાઈ લીંબાસીયાની નાગબાઈ માખણ અને ગોકુલધામ પાસે પપૈયાવાડી, ૮૦ ફૂટ રોડ પર આવેલ હરેશભાઈ ખાતબાની વૃંદાવન ડેરીફાર્મમાં વેંચાણ કરાતું હોવાનું માલુમ પડયું હતું.વૃંદાવન ડેરીદ્વારા કેટરીંગના બીઝનેસમાં ડુપ્લીકેટ બટર નો ઉપયોગ કરવામા આવતુ હોવાનુ ખુલ્યુ છે.