જમશેદપુરની સિંહભુમ સદર હોસ્પિટલમાં બાળકીને જન્મ આપી પુનમ મહંતો નામની રર વર્ષીય યુવતિ મોદીકેર યોજનાની પ્રથમ લાભાર્થી બની.
આયુષ્યમાન ભારત યોજનાના લાભાન્વિતો માટે વેબસાઇટ અને હેલ્પ લાઇન નંબરની પણ શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્ર્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન ભારત ની શરુઆત કરાવી દીધી છે. આ યોજના મોદી સરકાર માટે અત્યંત મહત્વરુપ સાબીત થવાની છે જેમાં સરકાર ૧૦ કરોડથી વધુ પરિવારોને વર્ષમાં પ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વિમો આપશે. તેમાં પણ રસપ્રદ બાબત એ છે કે આ યોજના લોન્ચ થયાના ર૪ કલાકમાં જ એક હજાર લોકોની કેર થઇ છે એટલે કે મોદી કેર યોજનાનો લાભ લીધો છે.
જણાવી દઇએ કે આયુષ્યમાન ભારત યોજનાને પીએમ મોદીએ ગત રવિવારે ઝારખંડથી લોન્ચ કરી હતી જેના એક દિવસમાં જ એક હજાર લોકો લાભાન્વિત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોટાભાગના લોકો છત્તીસગઢના અને ત્યારબાદ હરિયાણા, ઝારખંડ, અસમ તેમજ મઘ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં ઉદધાટન બાદ પોતાના હસ્તે પાંચ ગોલ્ડ કાર્ડ લાભાન્વિત દર્દીઓને અર્પણ કર્યા હતા. લોન્ચીંગ બાદ તુરંત જમશેદપુરના પશ્ર્ચિમી સિંહભુમ સદર હોસ્પિટલમાં રર વર્ષીય પુના મહતો નામની યુવતિએ એક બાળકીને જન્મ આપ્યો જે આ યોજનાની પ્રથમ લાભાન્વિત મહીલા બની.
યોજનાની શરુઆતના થોડા કલાકોની અંદરમાં જ ઝારખંડની રાંચી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઇન્સ (રિમ્સ) માં ચાર દર્દીઓને દાખલ કરાયા હતા. અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો. નેશનલ હેલ્થ એજન્સી દ્વારા લોકોને પત્ર મોકલવામાં આવી રહ્યા છે કે જેથી કરીને તેઓ મોદી સરકારની આ યોજના વિશે જાણકારી મેળવી લાભ ઉઠાવી શકે. આ ઉપરાંત આ પત્રમાં કયુઆર કોડ અને સાઇનનો પણ ઉલ્લેખ છે કે જેનો ઉપયોગ કરી લાભાન્વિત દર્દીએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પોતાની બીમારીની સારવાર મેળવી શકશે.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી અત્યાર સુધીમાં એજન્સી દ્વારા ૪૦ લાખ પત્ર મોકલાયા છે આ પત્રનો કોડ લાભાન્વિત દર્દીઓ હોસ્પિટલોમાં સ્કેન કરી પ્રશિક્ષિતો તેને વેરીફાઇ કરી સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરશે. આ માટે mers.pmjay, gov.in વેબસાઇટ અને હેલ્પ લાઇન નંબર (૧૪પપપ) પણ શરુ કરાયો છે.