- બિલ્ડીંગ મટીરિયલ્સના આ મહાકુંભમાં 250થી વધુ એક્ઝિબિટર્સ, 50 હજારથી વધુ ડોમેસ્ટિક વિઝિટર્સ અને 1000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોડાશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે એક્સપો ખુલ્લો મુકાશે
- ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ તાકાત સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી શકે તે માટે બ્લ્યુઝોન પ્રેઝેન્ટ “વાયબ્રન્ટ બિલ્ડકોન 2025” આગામી તા. 13થી 16 એપ્રિલ 2025 દરમિયાન યશોભૂમિ ક્ધવેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાવાનું છે.
અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથેની મુલાકાતમાં વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના ડાયરેક્ટર વિજયભાઈ અઘારા રાજકોટ હાર્ડવેર એસોસિયેશનના પ્રમુખ મનીષ ભાઈ પટેલ ઉપપ્રમુખ જયદીપ ખીપલીયા બિલ્ડીંગ મટીરિયલ્સ ના આ મહાકુંભમાં 250થી વધુ એક્ઝિબિટર્સ, 50 હજારથી વધુ ડોમેસ્ટિક વિઝિટર્સ અને 1000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજરી આપશે. એક્સપોને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
આ એક્સપો ભારતના બિલ્ડીંગ મટિરિયલ્સ ઉદ્યોગો અને વિદેશી બાયર્સ વચ્ચે વ્યાપારી સંબંધોનો નવો સેતુ રચશે.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનો પ્રોજેકટ હતો કે તમામ બિલ્ડીંગ મટિરિયલ્સની પ્રોડક્ટ એક છત હેઠળ આવે અને વિદેશી બાયર્સ એક જ જગ્યાએથી ભારતની તમામ બિલ્ડીંગ મટિરિયલ્સની પ્રોડક્ટને એક્સપો સૌરાષ્ટ્ર સહિત દેશભરની બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડક્ટને એક જ જગ્યાએ લાવીને 70થી વધુ દેશોના બાયર્સ સામે મુકશે. એક્સપોમાં આવીને નવી પ્રોડક્ટ જોવા અને નવા ઉત્પાદકોને મળવા માટે વિદેશી બાયર્સ થનગની રહ્યા છે.
વાયબ્રન્ટ બિલ્ડકોન 2025માં ભાગ લેવો એ ફક્ત વ્યવસાયિક સફળતા તરફનું એક પગલું નથી પણ ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક ઓળખ બનાવવા તરફ એક ઐતિહાસિક પહેલ છે.
જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો બ્રાન્ડ સ્થાપિત કરવા માંગે છે, નિકાસ વધારવા માંગે છે અને વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચવા માંગે છે, તેમના માટે વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એક સંપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આ એક્સ્પો ભારતના બાંધકામ ઈન્ડસ્ટ્રીના વૈશ્વિક વિસ્તરણની નવો અધ્યાય લખવા માટે તૈયાર છે.ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ એક્સપો ભારતની નિકાસ વધારવામાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ સાબિત થવાની છે.એક્સપોમાં સિરામિક ટાઇલ્સ સેનેટરી વેર, માર્બલ- ગ્રેનાઇટ સ્ટોન, હાર્ડવેર- બાથ ફિટિંગ્સ- સિંક, પાઇપ ફિટિંગ્સ, ટીમ્બર- પ્લાયવુડ, લેમીનેટ્સ ટીમ્બર્સ , પેઇન્ટ્સ – જીપ્સમ બોર્ડ,ગ્લુ – એડહેસીવ અને કેમિકલ, સિમેન્ટ અને ટીએમટી સળીયા જેવા ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે.
નેશન વન એક્સપોના વિઝનને વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના માધ્યમ થકી સાકાર કરવા જઈ રહ્યા છીએ: ડિરેક્ટર વિજય અઘારા
અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં બિલ્ડકોન ના ડાયરેક્ટર વિજય અઘારાએ જણાવ્યું હતું કે, વન નેશન વન એક્સપોના વિઝનને વાઇબ્રન્ટ બિલ્ડકોનના એક ફોનના માધ્યમ થકી સાકાર કરવા જઈ રહ્યા છીએ તેઓના જણાવ્યા અનુસાર આ એક્સપો સૌરાષ્ટ્ર સહિત બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડક્ટને એક જ જગ્યાએ લાવીને 70થી વધુ દેશોના બાયર્સ સામે મુકશેવાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપો એ ભારતનો સૌથી મોટો બિલ્ડીંગ મટીરીયલ્સ એક્સપો છે. જેમાં ભારતીય બિલ્ડિંગ મટીરીયલ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવું સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક વેપાર કરવાની તક આપવી.દેશના બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીની નિકાસમાં વધારો કરવો ભારતને વૈશ્વિક બિલ્ડિંગ મટીરીયલ ઉદ્યોગમાં મજબૂત સ્થાન આપવામાં આવઆ એક્સપો ભારતના બિલ્ડીંગ મટીરીયલ ઉદ્યોગ માટે એક મોટી તક સાબિત થશે, જેનાથી તેઓ તેમના વ્યાપારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારી શકશે,આ એક્સપો મંદીમાં સપડાયેલ સિરામિક ઉદ્યોગને બુસ્ટ આપશે.
એક્સપોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ‘કેપેકસીલ’નો સપોર્ટ
વાયબ્રન્ટ બિલ્ડકોન એકસ્પોને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ’કેપેકસીલ’નો મહત્વનો સપોર્ટ મળ્યો છે. ’કેપેકસીલ’ના સિરામીક પેનલના સીનીયર વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, વેસ્ટર્ન રીજીઅનલ કમીટી સભ્ય નરેન્દ્રભાઇ સંઘાત અને કેપેકસીલ ના સિરામીક પેનલના સીનીયર વાઇસ ચેરમેન મુકેશભાઈ કુંડારિયાનો વિશેષ સહયોગ મળ્યો છે. આ એક્સપો સાથે ભારતના વિવધ ઓધોગિક કલ્સ્ટર તેમજ તેના સંલગ્ન એશોસીએસન જેમા મુખ્યત્વે સિરામીક , ગ્રેનાઇટ અને માર્બલ , પ્લાયવુડ , સ્ટીલ , સિમેન્ટ ,પેઇન્ટસ , લેમીનેટસ , બાથ ફીટીગ્સ , હાર્ડવેર સહિત વિવધ 20થી વધુ એસોસિએશન જોડાયેલા છે. બિલ્ડકોનના ડિરેકટર વિજયભાઈ અઘારા, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસો.ના પ્રમુખ મનીષભાઈ પટેલ અને ઉપપ્રમુખ જયદીપભાઈ પીપળીયા હાજર રહ્યા હતા.
વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો આંતરરાષ્ટ્રીય બજારને એક સાથે લાવશે: પ્રમુખ મનીષ પટેલ
અબતક સાથેની મુલાકાતમાં હાર્ડવેર મેન્યુફેક્ચર ના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું,આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રદર્શિત કરી શકશે અને નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકશે.આ એક્સપો સિરામિક ઉદ્યોગને તેમની નિકાસ વધારવામાં મદદ કરશે. પ્રોડક્ટ્સને વિદેશી ખરીદદારો સમક્ષ રજૂ કરી શકશે અને નવા નિકાસ બજારો શોધી શકશે,આ એક્સપો સિરામિક ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ તક છે, એક્સપોમાં દેશ-વિદેશના ખરીદદારો અને વિક્રેતાઓ એકઠા થશે, જેનાથી સિરામિક ઉદ્યોગને નવા વેપાર સંબંધો સ્થાપિત કરવાની તક મળશે. તેઓ તેમની પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રદર્શિત કરી શકશે અને નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકશે.આ એક્સપો સિરામિક ઉદ્યોગને તેમની નિકાસ વધારવામાં મદદ કરશે
મંદીમાં સપડાયેલા સિરામિક ઉદ્યોગને વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપો કરશે” બુસ્ટ”
મોરબીનો સિરામિક ઉદ્યોગ જે હાલ મંદીમાં સપડાયો છે. વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગો ભાગ લેવા જઇ રહ્યા છે અહીં અનેક વિદેશી બાયર્સ તેઓની પ્રોડક્ટ જોવા અને વ્યાપાર સેતુ રચવા આવી રહ્યા છે. ત્યારે આ એક્સપો સિરામિક ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવા બુસ્ટ આપે તેવી આશા સેવાઈ રહી છે.એક્સપોથી બુસ્ટ મળવાની શક્યતા છે. આ એક્સપો સિરામિક ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જેનાથી તેમને ઘણા ફાયદા થશે. એક્સપોમાં દેશ-વિદેશના ખરીદદારો અને વિક્રેતાઓ એકઠા થશે, જેનાથી સિરામિક ઉદ્યોગને નવા વેપાર સંબંધો સ્થાપિત કરવાની તક મળશે. તેઓ તેમની પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રદર્શિત કરી શકશે અને નવા ગ્રાહકોને આકર્ષિત કરી શકશે.આ એક્સપો સિરામિક ઉદ્યોગને તેમની નિકાસ વધારવામાં મદદ કરશે. પ્રોડક્ટ્સને વિદેશી ખરીદદારો સમક્ષ રજૂ કરી શકશે અને નવા નિકાસ બજારો શોધી શકશે,આ એક્સપો સિરામિક ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ તક છે, જે તેમને મંદીમાંથી બહાર નીકળવામાં અને તેમના વ્યવસાયને વધારવામાં મદદ કરશે.
સુનિલ શેટ્ટી એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર
વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુનિલ શેટ્ટી કાર્યરત છે. આ એક્સપોની વિગતો જાહેર કરવા તેઓએ અગાઉ મોરબીની મુલાકાત પણ લીધી હતી. હવે તેઓ એક્સપો દરમિયાન પણ હાજરી આપી એક્ઝિબીટર્સને મળવાના છે.
સુનીલ શેટ્ટી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. તેમની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. સુનીલ શેટ્ટી બાંધકામ ઉદ્યોગ સાથે પણ જોડાયેલા છે. તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે અને બાંધકામ સામગ્રીના વ્યવસાયમાં પણ સામેલ છે. સુનીલ શેટ્ટી ફિલ્મ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાને કારણે આ એક્સપોને વૈશ્વિક ઓળખાણ મળી શકે છે.સુનીલ શેટ્ટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની પસંદગી વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપો માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તેમની હાજરી એક્સપોને વધુ સફળ બનાવવામાં મદદ કરશે.