જીંદગી કી યહી રીત હૈ…
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારો બીજા તબક્કા મતદાન પ્રચારમાં જોડાયા
જૂનાગઢ 86 વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા 15 દિવસથી જૂનાગઢના ગઢને જીતવા માટે કોંગ્રેસના ઉમેદવાર જુનાગઢના સેટિંગ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી એ અબ તક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, 78 વર્ષની આયુએ કોંગ્રેસ પક્ષ દ્વારા મારા પર વિશ્વાસ મુકાયો હતો. અને મેં ક્યારેય પાર્ટીનો કે મતદારોના વિશ્વાસનો દ્રોહ કર્યો નથી, ત્યારે મારા માટે ચૂંટણી પ્રચાર કરતા મારા ટેકેદારો, શુભેચ્છકો અને પક્ષના હોદ્દેદારો, કાર્યકરોને મળવું જરૂરી હતું. જે માટે મેં તમામને રૂબરૂ મળી, ફરી એક વખત વિશ્વાસનો અને મેં કરેલી કામગીરીનો મત મેળવવા માટે સંપર્ક કર્યો હતો. જો કે, જેફ વયને કારણે શારીરિક અને માનસિક થાક લાગે એ સ્વાભાવિક છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક દિવસનો આરામ કરી મને સહકાર આપનારા મિત્રોનો ફોનિક અને શક્ય હોય ત્યાં રૂબરૂ જઈ આભાર વ્યક્ત કરી રહ્યો છું.
જૂનાગઢ 86 વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા 15 દિવસથી જૂનાગઢના ગઢને જીતવા માટે ભાજપના ઉમેદવાર અને યુવા ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડીયા એ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ટૂંકો વિરામ લઇ, બીજા ચરણના ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ ખાતેના વેજલપુર શ્રેત્રમાં પહોંચ્યા છે. તે પૂર્વે તેમણે તેમના પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓ તથા સ્થાનિક ભાજપ અગ્રણી અને કાર્યકરોનો ફોનિક તથા રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હોવાની સાથે પોતાના મતદારો અને ટેકેદારોને પણ યાદી સાથે આભાર માન્યો હતો. જો કે સતત ને સતત તેમના શુભેચ્છકો અને મતદારો દ્વારા ફોનીક કશુભેચ્છાઓ પાઠવાઈ રહી છે. ત્યારે તેમને સહર્ષ આવકારી આભાર માની રહ્યા હોવાનું સંજયભાઈ કોરડીયા જણાવી રહ્યા છે.
જૂનાગઢ 86 વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા 15 દિવસથી જૂનાગઢના ગઢને જીતવા માટે ‘આપ’ના ઉમેદવાર તો આપના ઉમેદવાર ચેતન ગજેરા પણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાની સાથે એક રાત્રિનો આરામ કરી, બીજા દિવસે ચૂંટણીલક્ષી જરૂરી કામગીરી આટોપી, રૂટીન લાઈફ માં લાગી ગયા હોવાની સાથે પોતાના ટેકેદારો અને મતદારોનો રૂબરૂ અને ફોનિક આભાર માની રહ્યા હોવાનું આપ ના ઉમેદવાર ચેતન ગજેરા એ જણાવ્યું હતું.
75 ધોરાજી -ઉપલેટા ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ પાડલીયા ગુરૂવારે ચૂંટણી પત્યા બાદ મોડી રાત્રે રાજકોટ નિવાસ સ્થાને પહોચ્યા ત્યારે મેસેજ આવ્યો કે પોતાના મત વિસ્તાર ચિચોડ ગામના આર્મી યુવાને શહીદી વહોરી છે. શુક્રવારે સવારે સર્વ પ્રથમ ચિચોડ ગામે દેશની રક્ષા માટે વિરગતી પામેલા શહીદ મનુભા ભોજુભા દયાતરની શૌર્યપૂર્ણ શહાદતને પ્રણામ કર્યા હતા. તેમની આ અતુલનીય શહાદતને ગુજરાતની માટક્ષને ગૌરવ પ્રદાન કર્યું છે. સમગ્ર રાષ્ટ્ર આ બલીદાનનો ઋણી રહેશે તેમ મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવેલ હતુ.
ગુજરાતમાં બીજા રાઉન્ડની ચૂંટણી આગામી તા.5 હોય વિક્રમ માડમ હાલ ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ખાતે હોય પક્ષ દ્વારા જે કામગીરી તેઓને સોંપવામાં આવે છે જે જવાબદારીથી નિભાવવા તે કટીબધ્ધ હોવાનું તેઓ જણાવ્યું હતુ. 75 ધોરાજી -ઉપલેટા ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ પાડલીયા ગુરૂવારે ચૂંટણી પત્યા બાદ મોડી રાત્રે રાજકોટ નિવાસ સ્થાને પહોચ્યા ત્યારે મેસેજ આવ્યો કે પોતાના મત વિસ્તાર ચિચોડ ગામના આર્મી યુવાને શહીદી વહોરી છે. શુક્રવારે સવારે સર્વ પ્રથમ ચિચોડ ગામે દેશની રક્ષા માટે વિરગતી પામેલા શહીદ મનુભા ભોજુભા દયાતરની શૌર્યપૂર્ણ શહાદતને પ્રણામ કર્યા હતા. તેમની આ અતુલનીય શહાદતને ગુજરાતની માટક્ષને ગૌરવ પ્રદાન કર્યું છે. સમગ્ર રાષ્ટ્ર આ બલીદાનનો ઋણી રહેશે તેમ મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવેલ હતુ.
કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયા ચૂંટણી પૂર્ણ થયાબાદ વહેલી સવારે રાજકીય જીવનના કાયમીના સુખદુખના સાથી એવા પાટણ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલના ચૂંટણી પ્રચારમાં પહોચી ગયા હતા. જયાં અતી વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ કિરીટ પટેલે લલીત વસોયાને ગળે વળગાડી ખરા અર્થમાં મિત્ર ગણાવ્યા હતા. કિરીટભાઈ એ લલીતભાઈને પુછયું કે ચૂંટણીમાં થાક કેવો લાગ્યો છે. ત્યારે લલીતભાઈએ કીધું કે હજુ તો પાંચ વર્ષ આપણે લડત કરવાની છે. અત્યારથી જ થાકી જશું તો કેમ ચાલશે.
ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે 88 કેશોદ વિધાનસભામાં કેશોદના માજી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ અપક્ષ ઉમેદવારી કરી હતી ત્યારે કેશોદ સીટ પર 62% જેવું મતદાન નોંધાયું તમામ મતદાતાઓનો અરવિંદ લાડાણીએ આભાર માન્યો હતો. મતદાન પૂર્ણ થયાના બિજા દિવસથી જ અરવિંદ લાડાણી પોતાના નિત્ય કાર્યમાં જોડાઈ ગયા હતા. તેઆ અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે જયાં તેઓ ચૂંટણીના બિજા દિવસથી નિત્ય ક્રફમ મુજબ દરરોજ સવારે મુલાકાત કરે છે. અને જરૂરત મુજબની સૂચના માર્ગદર્શન આપે છે.
વાંકાનેર વિધાનસભા ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીએ પોતાના ચુંટણી જંગના પરિણામને ઇ.વી.એમ.માં કેદ કરી પોતાના શાકભાજી અને ક્ધટ્રક્શન વ્યવસાય સાથો સાથ રૂટિન કાર્યો સાથે પક્ષના કાર્યોમાં પોતાનું જીવન ધબકતું કર્યું હતું.
ખંભાળીયા: ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદ કાંકરેજ બેઠક માટે પ્રચાર કાર્યમાં કાર્યરત છે. તા.1 ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ મોડીસાંજે રવાના થયા પછી તે ત્યાંજ પક્ષ માટે કામ કરી રહ્યા છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન તા. 01 ડીસેમ્બરના રોજ પૂર્ણ થયેલછે. મતદાન પૂર્ણ થયા બાદ કાંતિભાઈ અમૃતિયા, મોરબી હાલ અત્યારે ગાંધીનગર દક્ષિણ ઉમેદવાર અલ્પેશ ઠાકોર બીજા તબક્કાની વિધાનસભા સીટના પ્રચારમાં તેમના વિસ્તારના 100 કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પ્રચાર અર્થે પહોંચેલ છે અને તા. 05 ડીસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થાય ત્યા સુધી ત્યાં જ રોકાવાના છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન તા. 01 ડીસેમ્બરના રોજ પૂર્ણ થયેલછે. મતદાન પૂર્ણ થયા બાદ દુર્લભજીભાઈ દેથરિયા હાલ અત્યારે ધાનેરા બનાસકાંઠાના ઉમેદવાર ભગવાનદાસ ચૌધરીની બીજા તબક્કાની વિધાનસભા સીટના પ્રચારમાં તેમના વિસ્તારના 100 કાર્યકર્તાઓ સાથે ધાનેરા બનાસકાંઠાના ઉમેદવાર ભગવાનદાસ ચૌધરીના પ્રચાર અર્થે પહોંચેલ છે અને તા. 05 ડીસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થાય ત્યા સુધી ત્યાં જ રોકાવાના છે.