અજયનું બોલો જુબ્બા ‘કેસરી’ કે ‘કેન્સર’
વિમલ ગુટખાની જાહેરાત કરતા અજયને પોતાના આદર્શ માનતા રાજસ્થાની યુવાને આ ગુટખા ખાવાનું શરૂ કરતા કેન્સરનો રોગી બન્યો
ભારતમાં ફિલ્મી હીરોની ફિલ્મોમાં કરાતી અદાકારીથી પ્રેરણા મેળવીને તેના કરોડો ચાહકો તેમને ‘જીન આદર્શ’ માનતા હોય છે. આવા ફિલ્મી સ્ટારોની લોકપ્રિયતાનો લાભ લઈને પોતાની પ્રોડકટોનું વેચાણ વધારવા કંપનીઓ દ્વારા કરોડો રૂ. આપીને તેમને જાહેરાતમાં ચમકાવવામા આવતા હોય છે. પરંતુ, ફિલ્મી સ્ટારો દ્વારા પૈસાની લાલચમાં અનેક માનવ શરીર માટે નુકશાનકારી પ્રોડકટોની જાહેરાત કરવામાં આવતી હોય છે. જાણીતા ફિલ્મ સ્ટાર અજય દેવગણ દ્વારા વિમલ ગુટખાની જાહેરાત કરવામાં આવતી હોય ગુટખાથી થયેલા કેન્સરથી પીડાતા એક દર્દીએ દેવગણને આ જાહેરાતને બંધ કરવા વિનંતી કરી છે.
રાજસ્થાનના ૪૦ વર્ષિય કેન્સરના દર્દી નાનકરામે ફિલ્મી અભિનેતા અજય દેવગણને જાહેરમાં અપીલ કરી છે તે સમાજના હિતમાં તમાકુ ઉત્પાદનોની જાહેરાત કરવાનું બંધ કરી છે. આ અંગે દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતુ કે નાનકરામ અજય દેવગણના ચાહક છે અને તેઓ દ્વારા કરાતી વિમલ ગુટખાની જાહેરાતથી પ્રેરાયને તેમને પણ વિમલ ગુટખા ખાવાની શરૂઆત કરી હતી. આ ગુટખા ખાવાથી તેને કેન્સર થયું છે. જેથી, નાનકરામ આ અંગેની ૧૦૦૦ જેટલી પત્રિકાઓ છપાવીને રાજસ્થાનના સાંગનેર, જગતપુરા અને આસપાસના વિસ્તારોની દિવાલો પર લગાવીને ગુટખા ખાવાથી થતા કેન્સર અંગે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.
આ પત્રિકામાં નાનકરામે અજય દેવગણને એવો સવાલ કર્યો છે કે તેઓ જે ગુટખાની જાહેરાત કરે છે. તેનું સેવન જે પોતે કે તેના પરિવારજનો કરે છે. કે કેમ? તેવો પ્રશ્નાર્થ કરીને દારૂ, સિગરેટ, તમાકુ, ગુટખા વગેરે જેવી વસ્તુઓની માનવ શરીરને નુકશાન થતું હોય ફિલ્મી કલાકારોએ આવી હાનિકારક ચીજ વસ્તુઓની જાહેરાત ન કરવી જોઈએ તેવીવિનંતી કરી છે. બે બાળકોનાં પિતા એવા નાનક્રામ મયુરના સાંગાનેરનગરમાં પહેલા ચાનો સ્ટોલ ધરાવતા હતા પરંતુ અજય દેવગણને પોતાની આદર્શ માનતા નાનકરામે તેની જાહેરાતમાંથી પ્રેરણા લઈને વિમલ ગુટખા ખાવાનું શરૂ કર્યું હતુ આ ગુટખા ખાવાથી તેને કેન્સર થયું છે અને તે હાલમાં બોલી કે ચાલી શકવા માટે પણ સમર્થન થી.