કિમોથેરાપીની સારવાર નિયમિત લીધા બાદ ડોકટરોએ અરોનિયાતેશને ડિસેમ્બર-૨૦૧૮માં કેન્સર ફ્રિ ઘોષિત કર્યો હતો
૮ વર્ષીય અરોનિયાતેશ ગાંગુલી કે જે કેન્સરનાં રોગથી પીડાઈ રહ્યો છે તેને મોસ્કોમાં વર્લ્ડ ચિલ્ડ્રન વિનર ગેમ્સ-૨૦૧૯ હેઠળ ટેબલ ટેનિસમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. કેન્સરગ્રસ્ત બાળક હોવા છતાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અરોનિયાતેશ જાણે ઈતિહાસ રચ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. ૪ થી ૭ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પીટીશન કે જે બાળકો માટે યોજાય છે કે જેઓ કેન્સરથી પીડાતા હોય ત્યારે ૮ વર્ષીય અરોનિયાતેશે પ્રતિયોગીતા જીતતાની સાથે જ એક નવી ઉર્જાનો સંચાર કર્યો છે. મોસ્કોમાં ભાગ લેનાર ખેલાડીઓએ ટ્રેક, ચેસ, ફુટબોલ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને રાઈફલ શુટીંગમાં ભાગ લીધો હતો. ભારતનાં ૧૦ બાળકોમાંનો અરોનિયાતેશ એક બાળક હતો કે જે બંગાળથી આવી વિશ્ર્વનાં અનેક દેશોનાં બાળકો સાથે તેને પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. તેને તમામ રમતોમાં ડિસ્પ્લીન રીતે ભાગ લીધો હતો. અરોનિયાતેશે એપ્રિલ-૨૦૧૬થી મુંબઈમાં ૧૧ માસ સુધી લ્યુકેનિયા નામનાં રોગની સારવાર લીધી હતી. કેમોથેરાપીનાં અનેકવિધ રાઉન્ડો સાથોસાથ મેડિકલ ઉપચાર બાદ ડોકટરોએ ડિસેમ્બર-૨૦૧૮માં તેને કેન્સર ફ્રી જાહેર કર્યો હતો. સાથોસાથ ડોકટરે તેને તાકીદ કરતાં પણ જણાવ્યું હતું કે, અરોનિયાતેશે નિયમિત સમય દરમિયાન કેન્સર અંગેની સારવાર લેવી જોઈએ જેથી ફરીથી કેન્સર નામક ભયાનક રોગ ફરીથી ન ઉદભવે. અરોનિયાતેશ દ્વારા ઈવેન્ટ પૂર્વે છેલ્લાં બે માસથી નિયમિત પ્રેકટીસ હાથ ધરવામાં આવી હતી અને રેગ્યુલર ચેકઅપ પણ તેનાં દ્વારા કરવામાં આવતું હતું. જો તેની દિનચર્યા વિશે વાત કરવામાં આવે તો તેનો દિવસ સવારનાં ૫:૩૦ વાગ્યે શરૂ થતો હતો ત્યારબાદ ટ્રેક પર જોગીંગ કરી તે ફુટબોલ પ્રેકટીસ પણ કરતો હતો ત્યારબાદ સ્વિમિંગ, ચેસ અને ટેબલટેનિસ રમતને પણ તે માણતો હતો જેનાં કારણોસર તે વર્લ્ડ ચિલ્ડ્રન ટેબલ ટેનિસ પ્રતિયોગીતામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર ખેલાડી બન્યો હતો.