કોરોના સામે લોકોમાં પ્રસરેલો ભય દૂર કરી હકારાત્મકતા ફેલાવવા માટે તેમજ ગામડાઓમાં ઘાતકી બનેલી બીજી લહેરની અસરો દૂર કરવા રૂપાણી સરકાર દ્વારા રાજ્યભરમાં “મારુ ગામ કોરોના મુક્ત ગામ” મુહિમ શરૂ કરવામાં આવી હતી. જેને સારો એવો પ્રતિસાદ મળતા ગામડાના લોકોમાં જાગૃતતા આવતાં, જનશક્તિના લીધે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાની મોટી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. ત્યારે આ અભિયાન સફળતા તરફ આગળ વધતાં રૂપાણી સરકાર દ્વારા હવે આગામી થોડા દિવસોમાં “મારું શહેર કોરોના મુક્ત શહેર” અભિયાન પણ શરૂ કરવામાં આવશે. શહેરોમાં પણ કરોના ભગાડવા રાજ્ય સરકાર દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવશે.

ગુજરાતને સંપૂર્ણ કોરોના મુકત બનાવવા ‘મારૂ શહેર કોરોના મુકત શહેર’ મુહિમ ચલાવાશે

ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક યોજાયા બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને કિશોર કાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને 20 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. અને આગામી સમયમાં હવે શહેરોમાં પણ આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય સચિવ સાથે પ્રિમોન્સૂન એક્શન પ્લાનની તૈયારીની ચર્ચા કરી છે. 14 મિનાર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવી શક્યતા છે. 16 મેના રોજ પરિવર્તિત થાય તેવી સંભાવના છે. અભિયાન અંગે જણાવતા કહ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોવિડ કેર સેન્ટરમાં કરેલી કામગીરીને કારણે કોરોના મુક્ત ગામ માટે કામગીરી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.