સમર્પણ ધ્યાન પરિવારની ઓનલાઈન શિબિરથી ઘરમાં રહી ધ્યાન ધરી શકાશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાઈવ પ્રસારણ
સમર્પણ ધ્યાન યોગ દ્વારા આગામી તા.૨૩ થી ૩૦ સુધી ઓનલાઈન મહાશીબીર યોજાશે. આ શીબીરનું ‘અબતક’ ચેનલ તેમજ ડિજીટલ પ્લેટફોર્મ ફેસબુક અને યુ-ટયુબ પરથી લાઈવ પ્રસારણ થશે. આ આયોજનની વિગતો આપવા આજે ‘અબતક’ની મુલાકાતે ભાવનાબેન દોશી, ફાલ્ગુનીબેન ચોટાઈ, દ્વિતીબેન ચોટાઈ અને સુરેશભાઈ પારેખ સહિતના મહેમાનો આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં લોકોને ઘરમાં રહી ધ્યાન ધરવા માટે ગુતત્વ મહાશીબીર લાભદાયી રહેશે. સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ દરમિયાન યુ-ટયુબમાં ગુતત્વ ચેનલ પર લાઈવ પ્રસારણ થશે. આ શીબીર સ્વયંમને ઓળખવા અને પરમાત્માને પામવા માટેની છે. ધ્યાન માટે સ્વામી શિવકૃપાનંદજીએ સરળ માર્ગ બતાવ્યો છે. ૮ દિવસ દરરોજ ૧-૧ ચક્રનું શુદ્ધિકરણ થશે. શીબીર દરમિયાન સાતેય ચક્રોનું શુદ્ધિકરણ કરવામાં આવશે. શીબીરમાં ભાગ લેનારની શારીરિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામીજી ધ્યાનની અલગ અલગ ટેકનીક શીખવે છે. આત્માને અનુલક્ષીને ધ્યાન ધરવાનું રહે છે. સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ દરમિયાન સમર્પણ ધ્યાન પરિવારની શીબીરમાં શિવકૃપાનંદ સ્વામી બહુમુલ્ય પ્રવચનો આપશે.
નોંધનીય છે કે, ‘અબતક’ ચેનલ તેમજ ફેસબુક અને યુ-ટયુબ સહિતના ડિજીટલ પ્લેટફોર્મ પર ગુતત્વ મહાશીબીરનું આવતીકાલથી લાઈવ પ્રસારણ જોવા મળશે. હિમાલયના ધ્યાનનો અમૃતમય અનુભવ કરાવતી આ શીબીરનો લાભ લાખો લોકો લઈ શકશે. વર્તમાન સમયે ‘અબતક’ ચેનલ અનેક દેશોમાં લોકોને માહિતીસભર અને મનોરંજક કાર્યક્રમો પુરા પાડે છે. લાખો લોકો ‘અબતક’ ચેનલને નિહાળે છે. ‘અબતક’ના ડિજીટલ પ્લેટફોર્મમાં પણ લાખો લોકો જોડાયેલા છે જેમને આ શીબીરનો લાભ મળશે.