દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એ.આર. ભટ્ટની આગેવાની તથા માર્ગદર્શનમાં અનેક માનવતાવાદી તથા જીવદયાની પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં ગઇકાલે 80 ફુટ ઊંડા કૂવામાં અકસ્માતે પડી ગયેલા ઉંટને કાઢવામાં આવ્યુઁ હતું.
ભાણવડના ખટાવાડ વિસ્તારમાં ચાર કી.મી. દુેર વેરાડી નદી પાસે માલધારી ઘેટા બકરા ઉંટ લઇને જતા હતા ત્યારે ઉંટે ચાલતી વખતે બેલેન્સ ગુમાવી ને 80 ફુટ ઊંડા કુવામાં પડી ગયું હતું. આ વાડીના માલીક દ્વારા માલધારીએ સંદેશો એનીમલ લવર્સ ગ્રુપને પહોચાડતા એ.આર. ભટ્ટ તેમની ટીમ સાથે પહોંચી ગયા હતા તથા કુવામાં ઉતરીને ઉંટને દોરડા બાંધી જેસીબીની મદદથી તથા નજીકના વાડી માલીકો ખેડુતોની મદદથી ઉંટને 80 ફુટ ઉંડા કુવામાંથી સલામત રીતે રેસ્કયુ કરીને બહાર કાઢયું હતું. તથા ઉંટને કોઇ ઇજા પણ થઇ ના હતી.