પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત મહાપાલિકાની વોર્ડ નં.20ની પેટા ચૂંટણીમાં કર્યું મતદાન
સુરત મહાનગરપાલીકાનાં એક વોર્ડની એક બેઠક અને રાજયની અલગ અલગ 18 નગરપાલીકાની 29 બેઠકોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે ગઈકાલે રવિવારે મતદાન યોજાયું હતુ. દરમિયાન આવતીકાલે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામા આવશે બપોર સુધીમાં પરિણામ આવી જશે.
રાજયમાં વિવિધ કારણો સર મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર રવિવારે પેટા ચૂંટણી યોજાઇ રહી છે ે સુરત વોર્ડ નંબર 20 ની પેટા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મતઅધિકારનો ઉપયોગ કર્યો. રાજયની 18 નગરપાલિકાની 29 બેઠકો પર આજે પેટા ચૂંટણી યોજાઇ હતી.રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની હતી. દરમિયાન હજી સુધી કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા મામલે હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનની સુનાવણી હાથ ધરવામાંઆવી ન હોય હાઈકોર્ટ દ્વારા પેટાચૂંટણી સામે સ્ટે આપવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર, ભાવનગર, પાલીતાણા, સહિતની અલગ અલગ 18 નગરપાલીકાની 29 બેઠકો માટે ગઈકાલે પેટા ચૂંટણીનું મતદાન યોજાવામાં આવ્યું હતુ. એકંદરે નિરસ મતદાન થયું હતુ. માહોલ પણ શાંતિપૂર્ણ રહ્યા પામ્યો હતો. જોકે એક પણ સ્થળે પેટા ચૂંટણીનાં પરિણામો સતાના સમીકરણો પર અસર કરતા નહોય પરિણામો માત્ર ઔપચારિક બની રહેશે.