૪૦% કર્મચારીઓથી ઈન્ડસ્ટ્રી કાર્યરત : અતુલભાઈ છત્રાલ
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂ પે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
માઈક્રોમેલ્ટ પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેકટર એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉનમાં મંજૂરી મળતા ઈન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ત્યારે માત્ર ૪૦% કર્મચારીઓથી કાર્યરત ઈન્ડસ્ટ્રી શરૂ થતા ઉત્પાદનમાં પણ મર્યાદિત કામ કરવામાં આવે છે. બધી જ ઈન્ડસ્ટ્રી પાસે મર્યાદિત રો મટીરીયલ હાલ હશે તેમજ લાંબો સમય ટકાવી રાખવા રો-મટીરીયલ જરૂ રી છે. તેઓ માટે પરીવહનને શકય એટલી છૂટછાટ સાથે મંજૂરી મળે તેવી જરૂ રી છે. નિકાસમાં હાલ ભારત પાસે ખૂબ મોટી તક છે. ભારત સાથે વ્યાપર કરવા આંતરરાષ્ટ્રીય સ્તરના દેશ આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે નજીકના ભવિષ્યમાં કેવુ કામ મળી રહે અને આપણે કઈ રીતે વધુ ઉત્પાદન કરી અને રેવેન્યુ જનરેટ કરી શકીએ જે સરકાર માટે પણ મહત્વપૂર્ણ ગણી શકાય.