- રણજીતનગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાંથી કુટણખાણું ચલાવતો નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર 3 દિવસના રિમાન્ડ પર
- 1કાર, ટેમ્પો ટ્રાવેલ્સ, ચાર મોબાઇલ સહિત 15 લાખનો મુદામાલ કર્યો કબ્જે
- પોલીસે એક ફરાર આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી
જામનગરના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવવા અંગે પકડાયેલો નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનો પુત્ર ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા ચાર મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીના ઘર અને બેંક ખાતા સહિતની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વેશ્યાવૃત્તિ કરાવવા માટે સરકારી જગ્યામાં એક ટેમ્પો પાર્ક કરાવી તેની અંદર દેહવ્યાપારનું કુટણખાનું ચલાવાતું હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને ટેમ્પો, કાર, 4 નંગ મોબાઈલ ફોન સહિતનો 15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેના મોબાઈલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવી રહી છે, જ્યારે તેના રહેણાંક મકાન તેમજ બેંક ખાતા વગેરેની તપાસણી કરવામાં આવી રહી છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના PSI આર.ડી. ગોહિલે ચોક્કસ બાતમીના આધારે રણજીતનગર વિસ્તારમાં સરકારી જગ્યામાં એક ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવી વેશ્યાવૃતિની પ્રવૃત્તિ કરવા અંગે નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્ર અશોકસિંહ ઝાલાને ઝડપી લીધો હતો, તેમજ તેની પાસેથી કુલ 4 નંગ મોબાઈલ ફોન, 1 કાર, ટેમ્પો ટ્રાવેલ્સ સહિત રૂપિયા 15 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે આરોપી અગાઉ પણ ત્રણ વખત આવી પ્રવૃત્તિ ચલાવવા અંગે ઉપરાંત દારૂ સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને ફરીથી વેશ્યાવૃત્તિનો ધંધો ચાલુ કર્યો હોવાથી પોલીસ દ્વારા તેની પાસેથી વધુ માહિતી કઢાવવાના ભાગરૂપે 5 દિવસની રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમગ્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અદાલતે 3 દિવસની પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરી છે.
આરોપીના કબ્જામાંથી 3 નંગ મોબાઈલ ફોન મળ્યા હતા, અને એક યુવતીનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો. તમામ મોબાઈલ ફોનમાં અનેક વોટ્સએપ ચેટ, અસ્લીલ ફોટા સહિતનું સાહિત્ય મળ્યું છે. જ્યારે પુરુષ ગ્રાહકોને સંતોષવા માટેના કેટલાક ઓડિયો વીડિયો કલીપ તેમજ સમગ્ર ભારતભરની યુવતીઓને જામનગરમાં સારો ધંધો મળશે, તેવા પ્રલોભન આપતા ઓડિયો ક્લિપ વગેરે મળી આવ્યા છે. પોલીસે તમામ મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવી સાહિત્ય એકત્ર કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેના મકાનની ઝડતી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તેનું રણજીતનગર વિસ્તારમાં આવેલી એક બેંકમાં ખાતું હોવાથી બેંક ખાતાની ડિટેઇલ પણ પોલીસ દ્વારા કઢાવવામાં આવી રહી છે. સમગ્ર મામલામાં પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમ વધુ તપાસ ચલાવે છે. એક આરોપી દ્વારકા તરફ ભાગી છૂટ્યો હોવાથી તેને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી