સરોગસી એટલે કે જે સ્ત્રી પોતાની કૂખ બીજાના બાળકને ઉછેરવા માટે ભાડે આપે અને તેના માટે કંઈક વળતર મેળવે. આ કૂખ ભાડે આપવાની પ્રક્રિયા આજકાલ આપણાં દેશમાં ખાસ કરીને ગુજરાત અને દક્ષિણના રાજ્યમાં પ્રચલિત થઈ છે. ]
સરોગસી બિલ આજે લોકસભામાં મંજુર થયું છે. આ બિલ મંજુર થતાં જ કર્મિશિયલ સરોગસી પર પ્રતિબંધ આવી ગયો છે. માત્ર મદદના હેતુથી જ નજીકના સબંધીઓ અને પરિવારજનો જ સરોગસી આપી શકાશે જેનું કાયદામાં પ્રવધાન છે. નવા બિલ મુજબ સમલૈંગિક , સિંગલ પેરેંટ અને લિવ ઈન પાર્ટનર ભાડેથી ગર્ભાશય નહીં મેળવી શકે. જોકે કેટલીક મહિલા સાંસદોએ માંગ કરી છે કે સિંગલ પેરેંટને સરોગસી મધર કે ફાધર બનવાની છૂટ આપવી જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે સમાજના વિભિન્ન વર્ગો, રાજનૈતિક દળો અને સુપ્રિમ કોર્ટ અને નિતિ આયોગે કમર્શિયલ સરોગસીનો વિરોધ કર્યો હતો. નડ્ડાએ કહ્યું કે આ બિલ આ બધી ચિંતાઓ પછી જ બનાવાયું છે. ભારત કમર્શિયલ સરોગસીનું હબ બની ગયું છે. સરોગસી બનાવવા વાળી માતાઓએ કેટલીય તકલીફોમાંથી પસાર થવું પડતું હોય છે. નવા કાયદા પછી આ તકલીફો દૂર થશે.