બોગસ જામીનો આરોપી દ્વારા દુરઉપયોગ: એડવોકેટ કમલેશ શાહ, સગા-સંબંધી જામીન ની પડતા ત્યારે આવા જામીનનો ઉપયોગ થાય: એડવોકેટ ભાવિન દફતરી
બોગસ જામીનએ ન્યાય પ્રક્રિયામાં એક સળો છે. આ પ્રક્રિયાને ડામવા માટે અદાલતો જામીનદારોનું લિસ્ટ પોતાની પાસે રાખતી હોય બોગસ જામીનના કારણે કોર્ટમાં કેસોનો ભરાવો થાય છે. આવી બોગસ જામીનદારોને લીધે ન્યાય પ્રક્રિયા પર તેની અસર પડે છે. બોગસ જામીનમાં એક ને એક ‘ટાઉટ અનેક ગુનામાં ‚પિયા લઈને જામીન પડતા હોય છે. આરોપી અને બોગસ જામીનદારો એકબીજાને ઓળખતા પણ ની હોતા ત્યારે આવા બોગસ જામીનની ચોક્કસ વકીલો દ્વારા વ્યવસ કરી આપવામાં આવતી હોય છે. જયારે આવી બોગસ જામીન પડનાર સામે ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.
આ પ્રકારના ‘બોગસ જામીન’ પર એડવોકેટ વિનેશ છાયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બોગસ જામીનની પ્રા છે તે જયુડીસયરીમાં એક પ્રકારનો સળો છે જે ન્યાય ઉપર ખુબ જ નકારાત્મક રીતે અસર કરે છે જેના કારણે ખરેખર ન્યાય પર ભરોસો કરતા લોકોને ન્યાય પરી વિશ્ર્વાસ ડગી જાય છે. શરમજનક બાબત તો એ હોય છે કે કોર્ટને ખ્યાલ ની હોતો કે જામીન પડેલો વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખે છે કે નહીં. આરોપીને પોતે ઓળખે છે એવું એક પ્રકારનું ખોટું સોગંધનામુ કરી ગુનેહગારને જામીન અપાવી ન્યાય વ્યવસ પર પ્રહાર કરે છે. એજ જામીન પડેલો વ્યક્તિ ફરી અન્ય કોઈ વ્યક્તિમાં જામીન પડે છે અને આ પ્રકારના બોગસ જામીની કોર્ટમાં આવા હજારોની સંખ્યામાં આવા બોગસ જામીનો મળી આવે છે. ગુનેહગારોને જામીન મળી જાય છે ત્યારે તે ગુનાહ કરવા વધુ પ્રેરિત થાય છે. અન્યાય તો ત્યારે થાય છે જયારે ફરિયાદ કરનાર વ્યક્તિને બધુ સાબીત કરવું પડે છે અને બીજીબાજુ બોગસ જામીનને કારણે ગુનેહગાર જામીન મેળવી લે છે. આ પ્રકારના બોગસ જામીનો માટે સીઆરપીસી ૩૪૦ સેકશન હેઠળ ખોટુ સોગંધનામ, ખોટી રજૂઆત, કોર્ટ સો આ પ્રકારની છેતરપિંડી માટે આઈપીસી ધારા ૧૯૭ મૂજબ ગુનો દાખલ કરી સજા આપી શકે છે.
એડવોકેટ સંજય જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારના જામીનો કોર્ટની બહાર પડયા-પારીયા રહે છે જે પોતાનું ચૂંટણી કાર્ડ અને અન્ય રાજયની પોંચ લઈને જામીન પડવા તૈયાર ઈ જાય છે જે ખરેખર ન્યાય પ્રણાલીમાં એ ‘ટાઉટ’નું દૂષણ છે જે વર્ષોી ચાલ્યું આવે છે અને આ પ્રકારના ટાઉટ ૫૦૦-૩૦૦૦ જેટલી અંદાજીત દિવસ દરમિયાન કમાણી કરતા હોય છે એટલું જ નહીં આ પ્રકારના જામીનો લગ્નમાં પણ ઘણીવાર સાક્ષી તરીકે સહી કરી આપે છે જયારે ઓળખતા ન હોવા છતાં પણ ‘ટાઉટ’ જામીન પડે છે. ત્યારે કોઈ ઠેકાણા વગરનો આરોપી નાસી છૂટે છે અને કોર્ટમાં આ પ્રકારનો કેસનો ભરાવો તો રહે છે.
એડવોકેટ જીજ્ઞેશ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોર્ટ-કચેરીમાં હાલ આ પ્રકારના અંદાજીત ૭૫૦ જેટલા બોગસ જામીનોનું લીસ્ટ છે જે હવે જામીન તરીકે પડી શકે નહીં. પરંતુ આ પ્રકારના જામીનો વેરા બીલ પર જામીન પડે છે જયારે પોતે બીલ ભરેલું હોય છે પરંતુ ત્યારબાદ મકાન વહેંચી નાખ્યું હોય છે અને આ ડોકયુમેન્ટરી ઝેરોક્ષ સો જામીન પડતા હોય છે.
એડવોકેટ કમલેશભાઈ શાહએ જણાવ્યું હતું કે, આ લોકો બોગસ જામીન ની હોતા પરંતુ અમારી દ્રષ્ટીએ એક પ્રકારના ધંધાદારી જામીન હોય છે ઘણી વખત સગા-સંબંધીઓ જામીન પડવા ન માંગતા હોય ત્યારે આ પ્રકારના વ્યક્તિઓ જામીન પડે છે જયારે આ પ્રકારના જામીનો ગુજરાત કે રાજકોટ બારના જામીન પડે છે. ત્યારે આરોપી દુરઉપયોગ કરી નાસી છૂટે છે અને કેસ લંબાવવા પડે તેવા કિસ્સાઓ બંને છે. કાયદા મુજબ એક વ્યક્તિ વર્ષ દરમ્યાન ફકત ત્રણ જ વખત જામીન પડી શકે છે.
એડવોકેટ ભાવિન દફતરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યારના સમયમાં કોઈ જામીન પડવા માગતા ની અવા તો બહારગામ રહેતા હોય છે જેના કારણે આ પ્રક્રિયા હા ધરવામાં આવે છે. વકિલો દ્વારા લેવામાં આવતી રકમમાં જામીનદારોને અપાતી રકમનો પણ સમાવેશ ઈ જાય છે. આના વિરુધ્ધ કોર્ટ દ્વારા જામીનદારોનું લીસ્ટ પણ રાખવામાં આવે છે અને કોર્ટ દ્વારા આ પ્રકારના જામીન નામંજૂર પણ કરવામાં આવે છે.એડવોકેટ રોહિત ગિઆએ જણાવ્યું હતું કે, ક્રિમીનલ પ્રેકટીસના છેલ્લા ૧૫ વર્ષના પોતાના અનુભવ મુજબ ઘણા ખરા વકીલો દ્વારા બોગસ જામીનની પ્રેકટીસ કરવામાં આવી રહી છે. અમુક વકીલો દ્વારા ૨૦૦-૫૦૦ જેવી મામુલી રકમ માટે જામીનદારો આ પ્રકારના ગુનામાં જામીન પડી જાય છે અને આ પ્રકારના ગુનેગારો જામીન મળી ગયા બાદ કોર્ટમાં હાજર રહેતા નથી.