રાજકોટ ગોપાલ ડેરીને વિછીંયા કુલીંગ યુનિટ માટે 3.50 કરોડનો ચેક અર્પણ અને 13.20 કરોડ ડેરીના નવીનીકરણમાં મંજુર
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ- ગોકુલ ડેરી સંચાલિત વિછીયા કુલિંગ યુનિટના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની સ્થાપના અંતર્ગત મંજુર થયેલ રૂ.3.50 કરોડના ગ્રાન્ટના ચેકની અર્પણવિધિ અને ગાભણ પશુ ખાણ દાણ યોજના અંતર્ગત દાણ વિતરણ કાર્યક્રમ રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમમાં યોજાયો હતો.
આ તકે પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘની શરૂઆત થઈ ત્યારથી તેનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ખેડૂતો અપનાવે તો ખેડૂતો વધુ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકે છે. રાજ્ય સરકારે પણ પશુપાલકો અને ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી યોજના અમલી બનાવી છે. રાજકોટ જિલ્લાની ડેરીના નવીનીકરણ માટે રૂ. 13.50 કરોડથી પણ વધુ રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ છે. જેનો રૂ. 3.50 કરોડનો પ્રથમ હપ્તો આજે રાજ્ય સરકારે ડેરીને અર્પણ કર્યો છે. પશુઓની ઘરે બેઠા સારવાર માટે હરતાં ફરતા મોબાઈલ દવાખાના ઉભા કરાયા છે.
રાજય સરકાર ડેરી ઉઘોગને સહાય કરી તેના કારણે પશુપાલકોને ફાયદો: ધારાસભ્ય રાદડીયા
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ડેરી ઉદ્યોગને સહાય કરી છે, તેના કારણે પશુપાલકોને ફાયદો થશે. તેમજ સહકારી ક્ષેત્રનું માળખુ ખૂબ મજબુત બનશે.
પશુપાલન ખાતાના નિયામક ડો. ફાલ્ગુની પાઠકે પશુપાલન ખાતાની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી રજૂ કરી હતી.
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ ડેરીના વિકાસ માટે આપેલ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
યોજના હેઠળ મંજુર થયેલ પ્રોજેકટની સહાયની રકમ રૂ. 3.5 કરોડના ચેકની અર્પણ વિધિનો કાર્યકમ તા. 13-1 ના રોજ અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતો. જેમાં રાજયના કેબીનેટ મંત્રી કૃષિ અને પશુપાલન રાધવજીભાઇ પટેલ દ્વારા આ પ્રોજેકટના સહાયના પ્રથમ રૂ. 3.5 કરોડનો ચેક રાજકોટ ડેરીને અર્પણ કરેલ હતો જે બદલ રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયના કેબીનેટ મંત્રી કૃષિ અને પશુપાલન રાધવજીભાઇ પટેલનો અને રાજયના કેબીનેટ મંત્રી કૃષિ અને પશુપાલન રાઘવજીભાઇ પટેલ ખુબ ખુબ આભાર વ્યકત કરેલ હતો. તેમજ આ પ્રોજેકટ મંજુર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેલ પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો પણ આભાર માનેલ સાથે સાથે આ પ્રોજેકટ રાજકોટ ડેરીને મળે તે માટે ગુજરાત કો.ઓપ. મિલ્ડ માકેટીંગ ફેડરેશન લી.એ પણ રાજય સરકારને ભલામણ કરેલ આથી આ તકે એમ.ડી. જીસીએમએમએફનો પણ આભાર વ્યકત કરેલ હતો.
વધુમાં તેઓએ જણાવેલ કે ગુજરાત સરકારની આ ગ્રાન્ટની મદદથી સંઘ સંલગ્ન કુલીગ યુનીટો તથા ડેમ ખાતે દુધ ચકાસણીની પ્રક્રિયા વધુ સુદ્રઢ બનશે. રાજકોટ ડેરી મેઇન યુનિટ ખાતે પ્રોજેકટ અંતર્ગત પ્લાટ મશીનરી, ઇલેકટ્રીકલ ફુલ્લી ઓટોમેટેડ સી.આઇ.પી. સીસ્ટમ ઓટોમેશન ઓફ પેકીંગ સેકશન વગેરે પ્લાન્ટ વિસ્તૃતીકરણમાં તથા વીછીંયા કુલીંગ યુનીટના નવીનીકરણમાં સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટની મદદથી ડેરીનું ઇન્ફાસ્ટ્રકચર વધુ મજબુત બનશે. સંઘ દ્વારા આધુનિક ટેકનોલોજીનો અમલ કરી ગુણવતાયુકત દુધના ઉત્પાદનથી તેનો મહતમ લાભ દુધ ઉત્પાદકોને મળશે.
કાર્યક્રમમાં રાજયના કેબીનેટ મંત્ર રાઘવજીભાઇ પટેલ, રાજય કક્ષા મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ કેબીનેટ મેંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, રાજકોટ ડેરી પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ગુજરાજન રાજયના પશુપાલન ગૌ સ્વર્ધન મત્સ્યોઘોગ અને સહકારના સચિવ નલીન ઉ5ાઘ્યાય ડો. ફાલ્ગુનીબેન ઠાકર, ડી.ડી.ઓ. રાજકોટ જીલ્લા પંચાયત દેવ ચૌધરી ઉ5સ્થ્તિ રહેલ હતા.