મંત્રણા પડી ભાંગી: શરત ભંગ છતા રેવન્યુ વિભાગ ચૂપ કેમ

દામનગર માં નવા બનતા એસ ટી ડેપો અને રહીશો વચ્ચે ચાલતા વિવાદ અંગે દામનગર ની નગર પાલિકા કચેરી ખાતે એસ ટી ડિવિઝન ના ડી સી સાહેબ અને મામલતદાર શ્રી દામનગર નગર પાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ સદસ્ય ગોબરભાઈ નારોલા હિમતભાઈ આલગિયા પ્રીતેશભાઈ નારોલા નિકુલભાઈ રાવલ જયતિભાઈ નારોલા અરવિંદભાઈ વાવડીયા સહિત સ્થાનિક રહીશો અને એસ ટી નિગમ વચ્ચે ચાલતા રસ્તા અંગે ના વિવાદ ની ચર્ચા બાદ એસ ટી નિગમ એક ફૂટપણ રસ્તા ની જગ્યા છોડવા તૈયાર નથી નગરપાલિકા ના બોર્ડ ની કોઈ સમતી કે વિશ્વાસ માં લીધા વિના દામનગર શહેર માં નવા બનતા એસ ટી ડેપો અંગે ભારે નારાજગી ઉભી થઇ નિગમ એક ફૂટ જગ્યા છોડવા ન માંગતા સ્થાનિક રહીશો ને એસ ટી ડેપો સામે કોઈ કોઈ વિરોધ નથી માત્ર રસ્તા અંગે એસ ટી બાંધ છોડ ન કરતા વિવાદ અંગે ઉચ્ચતરીય રજુઆત કરવા અગ્રણી ઓ મક્કમ વર્ષો સુધી એસ ટી નિગમેં  દામનગર ના ડેપો માટે ફાળવેલ જગ્યા પર ડેપો કેમ ન બનાવ્યો ?

IMG20180423180305વાર વાર શરત ભંગ પછી પણ રેવન્યુ કેમ ચૂપ છે શરત ભંગ ની કાર્યવાહી કેમ ન કરાય ? જેવા અનેકો સવાલ કરતા સ્થાનિક રહીશો ની વિનંતી લેખિત રજૂઆતો અને ધારા સભ્ય ની મધ્યસ્થી પછી પણ એસ ટી ના જકી વલણ સાથે સ્થાનિક રહીશો નારાજ થતા એસ ટી અને રહીશો વચ્ચે સંકલન ભાંગી પડ્યું હવે એસ ટી નિગમ વિરુદ્ધ રસ્તા અંગે કોર્ટ સમક્ષ જવા સીતારામ નગર બહાર પરા બગીચા પ્લોટ સહિત ના રહીશો એ મન બનાવ્યું છે ત્યારે એસ ટી વિભાગ ના ડી સી અને ઉચ્ચ અધિકારી ઓ નિયામક સહિત ના ઓ દ્વારા સ્ટેટ લેવલે સરકાર શ્રી દ્વારા અવલોકન માંગતા રસ્તા અંગે નો પ્રશ્ન જેસે થે ની સ્થિતિ માં રહેતા સ્થાનિક રહીશો ના પ્રશ્ને યોગ્ય ઉકેલ આવશે કે કેમ ? તેની રાહ જોતા રહીશો ને આવતા ભવિષ્ય ની વસ્તી અંગે દુરંદેશી થી વિચારી નિર્ણય કરાય તેવી રહીશો ની માંગ ઉઠવા પામી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.