ટિકર રણમાં દારૂની રેડમાં પીએસઆઈની જીપ ઉપર કાર ચડાવી હુમલાનો પ્રયાસ

હળવદ સરા ચોકડી પાસે આજે વહેલી સવારના ચાર વાગ્યાની આજુ બાજુએ સરાચોકડી વૈજનાથ મહાદેવ મંદિર સામે ભુજ તરફથી આવતી સહાજાનંદ ટાવેલ્સની બસ નં ૠષ૧ ફુ ૭૧૫૫ વાળી ટેલર સાથે ભટકાતા બસના ચાલકનુ ઘટનાસ્થળે મોત થયુ હતુ.

હળવદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભુજથી અમદાવાદ તરફ જતી સહજાનંદ ટ્રાવેલ્સ ની બસ સરા ચોકડી પાસે ટેલર સાથે ભટકાતા ડાઈવરનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત હતુ, જેમાં ડાઈવર નાથુલાલ ઉફે રૂપાજી પટેલ રહે-ખરેવાડા રાજસ્થાન,હાલ રહે લાભાં અમદાવાદનુ ધટના સ્થળે જ મૃત્યુ થતા બે સંતાનઓ પિતાની છત્ર છાયા ગુમાવી હતી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઘટનાની જાણ થતા હળવદ પી.એસ.આઈ જે.કે.મૂળિયા, ભરતભાઈ રબારી, રમણીકલાલ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો અને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની રેડમાં પીએસઆઈની જીપ પર કાર ચડાવી હુમલાનો પ્રયાસ

હળવદના ટિકર રણમાં ગતરાત્રે બોલેરો તથા સ્વીફ્ટ ગાડીમાં ઈંગ્લીશ દારૂના કટીંગ વખતે જ હળવદ પોલીસ ત્રાટકી હતી.આથી બુટલેગરોમા નાસભાગ મચી ગઇ હતી.એક બુટલેગરે પોતાની કારને પીએસઆઈની જીપ પર ચડાવીને જાનલેવા હુમલાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો.જોકે આ ઘટનામાં પીએસઆઈનો બચાવ થયો હતો.બાદમાં પોલીસે સાત બુટલેગરોને ૩૦૦ નગ ઈંગ્લીશ દારૂની બોટલ સહિત કુલ રૂ.૧૦.૨૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

આ બનાવની હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરાત્રે હળવદના ટીકર રણમાં સંતલપુરથી મંગાવેલો ઈંગ્લીશ દારૂ જી.જે,૩૬ બી.૭૬૦૦ નંબરની સ્વીફ્ટ ગાડી તથા જી.જે ૩૬ ટી.૪૮૫૩ નંબરના બોલેરો પિકઅપ વાહનમાં બુટલેગરો કટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.

જેના આધારે હળવદ પી.આઈ એમ. આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી પનારા,સી.એમ ઠાકોર, યોગેસદાન ગઢવી, મુમાભાઈ રબારી,ગંભીરસીહ, બીપીનભાઈ પરમાર,વનરાજસીહ,કિરીટભાઈ, વિપુલભાઈ સહિતનો ડી સ્ટાફ  ખાનગી ડમ્પરમાં હળવદના ટીકર રણમાં ત્રાટકયા હતા.જ્યારે બીજા પીએસઆઈ મૂળિયા પોતાની જીપ સાથે ગયા હતા.આરીતે હળવદ પોલીસે ટિકર રણમાં દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોને કોર્ડન કરી લીધા હતા.તેથી બુટલેગરોની ભીંસ વધતા એક બુટલેગરે પોતાની કાર પીએસઆઈ મૂળિયાની જીપ પર ચડાવવાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો જોકે પીએસઆઈનો બચાવ થયો હતો.

બાદમાં હળવદ પોલીસે ઘટનાસ્થળેથી રાહુલ પ્રભાત ચાવડા, ભરત લાભુ રાઠોડ, જીજ્ઞેશ રોહિત ચાવડા, વિજય પ્રવિણ તાડીયા, કલ્પેશ કાંતિલાલ મકવાણા, મહેશ થોભણ જાબુડિયા, જ્યૂભા પંચાણસિંહને રૂ.૧.૧૨ લાખના ઈંગ્લીશ દારૂ બોટલો ૩૦૦ તથા બોલેરો, સ્વીફ્ટ ગાડી,૯ મોબાઈલ, મળીને કુલ રૂ.૧૦.૨૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.હળવદ પોલીસે ફિલ્મી ઢબે દારૂની રેડ કરીને બુટલેગરોને ભોભીતર કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.