ગુજરાત સૌરાષ્ટ્રના ડાય નિર્માણના ઉદ્યોગને કોલસાના ભાવોની સૌથી વધુ અસર… અને યુનિટો આર્થિક ભીંસમાં
વૈશ્વિક ધોરણે વધી રહેલા કોલસાના ભાવ થી ઉદ્યોગો માટે મોટા પડકાર રૂપ પરિસ્થિતિમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના ડાયનિર્માણ અને પોલાદની ના કારખાના માટે ભાવ વધારવાની ફરજ પડી હોવાની પરિસ્થિતિ ઉભી થઈ છે ઉદ્યોગ માટે ૫૦ થી લઇ ૪૦૦ ટકા જેટલો ભાવ વધારો મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.
એપ્રિલથી ઓકટોબર મહિનાના સમયગાળામાં આ ભાવ વધારો આવી પડતાં કોલસા આધારિત ઉદ્યોગોને આ વધારાની ફરજ પાડશે ગુજરાત ડાય મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે કોલસામાં સો ટકા કાસ્ટીક સોડા માં ૭૫% સલ્ફયુરિક એસિડમાં ૧૨%ફોસ્ફોરસ ટ્રાય કલોરિદે ૪૨૫ ટકા સેલફોનએસિડમાં ૪૨૫ ટકા બીટા નેપથોલમાં ૨૮૦ ટકા અને પ્રીડા ઇન ૯૬ ટકા ઉદ્યોગ માટે ટકાનો વધારો ડાઈ ઉદ્યોગ માટે મુશ્કેલીનું કારણ બનશે.
કોલસા ઉપરાંત કાચામાલના ભાવ વધારાના કારણે ડાય ઉદ્યોગ નેસ્પર્ધામાં ટકવું મુશ્કેલ બની રહ્યું હોય તેમ એક તરફ લઘુ અને નાના મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ અને સ્થાનિક ધોરણે કાચા માલના ભાવવધારાએ ડાય ઉદ્યોગને ફરજિયાત પણે ભાવ વધારવો પડશે