ભારતના અર્થતંત્રને વિરાટરૂપ આપવાના લક્ષ્યપ્રાપ્તિ માટે રોડ મેપ તૈયાર થઇ ચુક્યો છે અને વિકાસને વેગવાન બનાવાઇ ચુક્યો છે ત્યારે અર્થતંત્રના વિકાસ માટે આંતર માખળાકીય સુવિધાઓને સુદ્રઢ બનાવવાની આવશ્યકતા પર ભાર મુકવામાં આવ્યો છે.

પાયાની સુવિધા અને આંતર માળખાકીય વ્યવસ્થાનું ક્યારેય મૂલ્ય સામાન્ય ન ગણવું જોઇએ. આર્થિક તજજ્ઞોનું દ્રઢ પણે માનવું છે કે જો જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો માત્ર પૈસા ખર્ચવાથી પરિણામ મળતાં નથી. એ વાત તમામને સમજી લેવી જોઇએ. અર્થવ્યવસ્થાના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભુમિકાનું ખૂબ મહત્વ છે. જેમાં આંતર માળખાકીય સુવિધાઓ વધારવા માટે જેટલું રોકાણ કરવામાં આવે તેટલો વિકાસ ઝડપી થાય છે. અર્થતંત્રના વિકાસ માટે બહુ પરિમાણ દ્રષ્ટિકોણથી સવલતો ઉભી કરવી જોઇએ. ભારતમાં પણ અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે ગોઠવાયેલાં રોડ મેપમાં સૌથી અગત્યનું પરિમાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુમાં વધુ રોકાણ કરવાના ચક્રોના ગતિમાન કર્યા છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક વૃધ્ધિદર પરસ્પર જોડાયેલા છે આ માટે ભારત જેવા વિકસિત રાષ્ટ્ર માટે આંતર માળખાકીય સુવિધાઓ પર વધુમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. અને રાષ્ટ્રીયસ્તરે આંતર માળખાકીય સુવિધા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય લક્ષ્ય દેશમાં વિશ્ર્વસ્તરનું આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરીને સમયની સાથે અર્થતંત્રને તાલ મેળવવા અનુકૂળતા મળે. આર્થિક વિકાસમાં આવકના સંશાધનો સુદ્રઢ બનાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ દુરસ્ત ન હોય તો પરિણામ મળતાં નથી. વિકાસ માટે જરૂરી સંશાધનોની ઉપલબ્ધી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

પરિવહનથી લઇ સંદેશા વ્યવહાર અને રોડ-રસ્તાની સાથેસાથે ટ્રેન વ્યવહાર અને જલ માર્ગ પરિવહનનું નેટવર્ક જેમ બને તેમ વધુ સુદ્રઢ બનાવવું જરૂરી છે. ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં સૌથી વધુ પ્રગતિ અપાવવા માટે દેશના નીતી વિષેજ્ઞોએ સૌ પ્રથમ આયાતનું ભારણ ઘટાડવા માટે ઘરેલું ઉત્પાદનોની વૃધ્ધિ અને અવેજ વપરાશ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું વલણ અપનાવ્યા બાદ હવે માર્ગ પરિવહન, રેલવે કનેક્ટીવીટી, જલ પરિવહન અને ઉડ્ડયન કાર્ગો સેવાને સુદ્રઢ બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

વિકાસ માટે પરિવહનની સુવિધા અસરકારક રીતે યોગ દાન આપે છે. અને માલના ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. સૌથી વધુ ખર્ચાળ પરિવહન સેવામાં હવાઇ ત્યારબાદ માર્ગ પરિવહન, રેલવે અને જળ પરિવહન સૌથી સસ્તાદરે પરિવહન સુવિધા આપનારી વ્યવસ્થા ગણવામાં આવે છે. હવે આ ચારેય પરિમાણોમાં જૂની ટેકનોલોજીની જગ્યા એ નવા આવિષ્કારો ઉભા થયાં છે.

વિમાનમાં આધુનિક ટેકનોલોજીના નિર્માણની જેમ જ માર્ગ પરિવહન પણ વધુ ટેકનોલોજી સભર બનાવીને નવા હાઇટેક વાહનો સમગ્ર દેશમાં સ્થાનિક, રાજ્યકક્ષા અને આંતરરાજ્ય માર્ગ પરિવહન વ્યવસ્થા, ફાસ્ટ ટ્રેક રોડના નિર્માણ બાદ હવે ટ્રેન હાઇ સ્પીડ યુગમાં પ્રવેશી ચુકી છે.  આગગાડીની જગ્યાએ ડિઝલ, ઇલેક્ટ્રીક, અને હાઇ સ્પીડ બુલેટ ટ્રેન  માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે. ઝડપી પરિવહનથી દેશનો વિકાસ વધુ વેગ કરે સમય, અને નાણાંના બચાવ માટે આંતર માળખાકીય સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાથી જ દેશના વિકાસની બુલેટ ટ્રેન દોડતી થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.