જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણો ગઈકાલે રેલવે પોલીસ દ્વારા દૂર કરાવાયા હતા. રેલવેની આ જગ્યામાં અગાઉ ઘણી વખત ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું. તેમ છતાં ફરી દબાણ પૂર્વવત થઈ જતાં આ વખતે રેલવે પોલીસે કડક રીતે દબાણ દૂર જગ્યા ખુલ્લી કરી હતી.
આશરે 10 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ; રેલવેની જમીનમાં ઝૂંપડપટ્ટી, મકાન, દુકાન, લારી-ગલ્લાં, મઢુલી, દરગાહ ઉભી કરાઈ હતી
આ જમીનમાં છેલ્લા ઘણા સમયતી દેશી દારૂના ભઠ્ઠા ધમધમતા હોય જેને લઈ સ્થાનિકો પરેશાન હોય જેથી જગ્યા ખુલ્લી કરાવી સ્વચ્છ કરાવાઈ હતી.રાજકોટ રેલવે પ્રબંધક મંડળના આદેશ અનુસાર જુના રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવેની જમીન ઉપર કરાયેલા ગેરકાયદે દબાણનો કબજો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ કાર્યવાહી અંતર્ગત રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ પર કબજો હતો. જેમાં ઝૂંપડપટ્ટી, મકાન, દુકાન, લારી-ગલ્લા અને મઢુલી તેમજ દરગાહ આવેલી હતી.
રેલવે દ્વારા ગેરકાયદે દબાણ કરેલ જગ્યા પર બાંધકામ થયેલ ઉપર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણ દૂર કર્યું હતું જેમાં રેલવે દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રેલવે એ જમીન પર થયેલા ગેરકાયદે દબાણ પર રેલવે પોલીસ અને જામનગર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં નાના-મોટા મંદિરો,મઢુલી અને દરગાહો સહિત ગેરકાયદેસર આવેલ દબાણને દૂર કર્યા હતા. અને રેલવે દ્વારા જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરી કબજો સંભાળ્યો હતો.