વારંવાર નોટિસ પાઠવવા છતાં દબાણકારોએ મચક ન આપતા તંત્રની લાલઆંખ : પાંચ જેટલા ઝુપડવારૂપી દબાણો દૂર કરાયા હતા. અંજાર શહેરના જુની કોર્ટ પાસે આવેલા વિજયનગર વિસ્તારમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાચા ઝુપડારૂપી પાંચ જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર નગરપાલિકા વિસ્તારમાં આવતા જુની કોર્ટ પાસેના વિજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિ સામે તંત્રએ લાલઆંખ કરી હતી. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ઝુપડવારૂપી દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા વારંવાર દબાણકારોને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ તંત્રની નોટિસને દબાણકારોએ મચક ન આતા આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અંજાર મામલતદાર કચેરી, નગરપાલિકાના અધિકારીઓ આજે વિજયનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. અંજાર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ ભગવતીબેન,સર્કલ ઓફિસર ખત્રીભાઈ, નાયબ મામલતદાર રાકેશ મેરા,ચીફ ઓફિસર પારસ મકવાણા અંજાર નગરપાલિકાના સેનિટેશન શાખાના જીતુભાઈ જોશી તેમજ નગરપાલિકાના સ્ટાફ અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ ગોહિલ તેમજ તેમના સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ તકે તંત્રએ શહેરમાં ગેરકાયદેસર થયેલા દબાણોને દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા લોકોને પોતાના ગેરકાયદેસરના દબાણો સ્વેચ્છાએ ખસેડી લેવા તાકીદ કરવામાં આવી હતી.
ભારતી માખીજાણી