સફાઈનો અભાવ રોગચાળો વધારે છે
લિફટની સુવિધા માત્ર કાગળ ઉપર જ !
શહેરની નામાંકીત બેંકો જે કોમ્પલેક્ષ માં છે તે મલેરીયા, ડેંગ્યુ જેવા રોગોના સજેનનો અડડો બની ગયેલ છે. વિસાવદર શહેરની ત્રણ મુખ્ય બેંકો જેકોમ્પલેક્ષમાં છે તે કોમ્પલેક્ષની હાલત કોઈ ઉકરડા કરતા વધુ બદતર છે. જયાં જોઈએ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળે છે.ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકની શાખામાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનો ધસારો જોવા મળતો હોય છે.બેંક જયાં છે તે કોમ્પલેક્ષના પાર્કિંગ વિભાગમાં ગંદકીના ઢગલાઓમાંથી પસાર થવુ પડે છે અને આ બેંકમાં જવા માટે પહેલા માળની સીડી ચડતા બેભાન થઈ જાય તેવી દુર્ગંધનો અહેસાસ કરવો ફરજીયાત છે.
કોમ્પ્લેક્ષમાં બેંક સાથેના ભાડા કરાર વખતે લિફટની સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આટલા વર્ષોથી તે ફકત દસ્તાવેજમાં જોવા મળ્યો છે જેને કારણે વિકલાંગ નાગરિકો અને વરિષ્ઠ નાગરિકોને ભોગવવી પડતી હાલાકી અવણેનીય છે.બેંકોને સ્વચ્છતા માટે રકમ ફાળવવામાં આવતી હોય તે કયાં જાય છે ? તેવા સવાલો લોકોમાં ઉઠયા છે
અગાઉ પણ સમાચારપત્રના માધ્યમ દ્વારા બેંકોના અધિકારીઓને જગાડવાની કોશિષ કરી હતી.પણ કદાચ તેઓ આ ગંદકી ચલાવી લે છે આ કોમ્પલેક્ષમાં અન્ય દુકાનદારો પણ આ ગંદકીમાં લોકોના સ્વાસ્થ્ય માટેની ચિંતા કરતા વધુ માસ્કના દંડમા વ્યસ્ત એવા નગરપાલિકાના કમેચારી ગણને પણ આ બાબતમાં રસ નથી લાગતો હોય તેવું લાગે છે તો આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબતમાં રસ હોય એવું લાગતુ નથી. સૌથી વધારે ભીડ ધરાવતા આ વિસ્તારમાં લોકોની તંદુરસ્તી ના જોખમ પર ચાલતી આ પધ્ધતિમાં કયારે્ બદલાવ આવશે તેનો વિસાવદરના નાગરિકો ને હવે રાહ જોઈ બેઠા છે.