બે ફલેટ ઘાટકના નામે લોન લઈ અને કામ પુરૂ ન કરી ફલેટનો કબજો ન સોપ્યો
લોધીકા તાલુકાના મોટાવડા ગામે પૂર્વા હાઈટસના બિલ્ડરે બે ફલેટ ધારકના નામે લોન લઈ કામ પૂરૂ ન કરી અને ફલેટનો કબ્જો ન સોંપી રૂા.૪૦ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતા રૂપેશભાઈ વલ્લભભાઈ મકવાણા નામના યુવાને રાજકોટ ખાતે રહેતા અને લોધીકાના મોટાવડા ગામે પૂર્વા હાઈટસના નામે ફલેટ બનાવતા બિલ્ડર નિલેશ કાનજી લુણાગરીયા અને ઉમેશ મેઘજી વાઘેલાએ રૂા.૪૦ લાખની ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોટાવડા ગામે પૂર્વા હાઈટસ એપાર્ટમેન્ટમાં રૂપેશ મકવાણા અને સન્નીભાઈ વાટલીયાએ ફલેટની ખરીદી કરી અને બિલ્ડરે રૂપેશ મકવાણાના નામે રૂા.૧૬ લાખની અને સન્ની વાટલીયા નામે રૂા.૧૪ લાખની લોન લઈ અને ફલેટનું કામ પૂરૂ ન કરી અને ફલેટનો કબ્જો ન સોંપ્યાનું ખૂલ્યું છે.
પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઈ હર્ષાબેન ગઢવી, જે.યુ. ગોહિલ કોન્સ્ટેબલ અશોકભાઈ અને ગિરીશભાઈ સહિતના સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરી છે.