ખાનગી ક્ષેત્રે સ્થિતિ સુધરી, દેશની અર્થ વ્યવસ્થા પણ થઈ રહી છે બેઠી : નિર્મલા સીતારમન
કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ દેશની અર્થવ્યવસ્થામાં અનેક અંશે સુધારો જોવા મળ્યો છે એટલું જ નહીં ખાનગી ક્ષેત્રે પણ આ સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે ત્યારે આગામી બજેટ 2022-23માં બજેટ માં વિવિધ બદલાવ અને ઘર સંબંધી સુધારા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા ભારત ના નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ ભારતની અર્થવ્યવસ્થા પૂર્ણ રૂપથી બેઠી થઈ રહી છે અને તેનો સીધો જ ફાયદો દેશની આર્થિક સ્થિતિ ઉપર જોવા મળી રહ્યો છે.
બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે સરકાર વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં રોકાણ કરતા ની સાથે જે રીતે વિકાસ થવો જોઈએ તે પૂર્વે ગે થાય છે પરિણામે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે સુધારશે જેના માટે આગામી બજેટમાં ઘણા બદલાવ ખાવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. જે શેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે તે ક્ષેત્રમાં નાની સ્થિતિ પણ પૂર્ણ રૂપથી સુધારશે. સરકારના જણાવ્યા અનુસાર નગરપાલિકાના વિકાસ માટે વધુને વધુ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખર્ચ કરવામાં આવવો જોઇએ જેથી વિકાસ ઝડપભેર થઈ શકે અને તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળે.
વધુમાં નાણામંત્રીએ આવકવેરા વિભાગમાં શરૂ થયેલી વિવાદ સે વિશ્વાસ સ્કીમ અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશની જે આર્થિક સ્થિતિ માં સુધારો જોવા મળ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક વિવાદ સે વિશ્વાસ સ્કીમ નો ફાળો અનેરો છે જેનું મુખ્ય કારણ એ છે કે આ સ્કીમ હેઠળ લાંબા સમયથી પડતર રહેલા જે કેસો છે તેનો નિકાલ થઇ રહ્યો છે અને સરકારને પણ સારી એવી આવક મળે છે. આ બેઠકમાં વિવિધ ચેમ્બરના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ કર સુધારા કરવા માટે સરકારને ભલામણ કરી હતી.