મહામારીની આફતને અવસરમાં ફેરવવા બજેટ મહત્વનો ભાગ ભજવશે: 100 વર્ષમાં ક્યારેય રજૂ નહીં થયું હોય તેવું બજેટ રહેશે

કો ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને નાણાં મંત્રી નિર્મલા સિતારામને ઉદબોધન કર્યું

વૈશ્વિક વિકાસના એન્જીન તરીકે ભારત જવાબદારી નિભાવશે

કોરોના મહામારી દરમિયાન ઉદ્યોગ ધંધા થઈ જતા અર્થતંત્રને આંચકો લાગ્યો હતો જોકે, કોરોના મહામારીની આફતને અવસરમાં ફેરવવા માટે કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે નાણાકીય વર્ષ 2022માં રજુ થનાર બજેટ સો વર્ષમાં ક્યારેય રજૂ નહીં થયું હોય તેઓ શ્રેષ્ઠ બજેટ બની રહેશે તેવો દાવો નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારામને આ નિવેદન કો ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધતી વખતે આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશની સંખ્યા અને દેશમાં રહેલા પોટેન્શિયલના આધારે વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી બજેટમાં વિવિધ જોગવાઈ કરવામાં આવશે.

આગામી બજેટમાં આરોગ્ય વ્યવસ્થા પણ મહત્વનો મુદ્દો રહેશે. ઉપરાંત ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બજેટમાં ખાસ ધ્યાન આપવામાં આવશે આરોગ્ય ક્ષેત્રમાં મૂડીરોકાણને લઈને પગલા લેવાશે. વિશ્વ અર્થતંત્રમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે વૈશ્વિક વિકાસના એન્જીન તરીકે ભારત જવાબદારી નિભાવશે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ સંસદમાં 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રીએ આ પહેલા કહ્યું હતું કે વિકાસને આગળ વધારવા માટે તેવા ક્ષેત્રોને વધારે પ્રોત્સાહન આપવું જરૂરી છે જે કોરોનાની મહામારી દરમિયાન ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને દેશની પ્રજાને વચન આપ્યું હતું કે આગામી વર્ષ માટેનું બજેટ ‘અભૂતપૂર્વ’ હશે. કારણ કે સરકાર મહામારીથી પીડિત અર્થતંત્રને આગળ વધારવા અને વિકાસને વેગ આપવા માટે તેને તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે આરોગ્ય, તબીબી સંશોધન અને ટેલિમેડિસિન માટે વ્યાપક કુશળતાનો વિકાસ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.

તેમણે પોતાના ઉદબોધનમાં દરમિયાન ફિનટેક ઇન્ડસ્ટ્રીઝના વિકાસના ગુણગાન પણ ગાયા હતા તેમણે ડીજીટલાઇઝેશનને આવકાર્યું હતું અને હજુ ડીજીટલાઇઝેશન ક્ષેત્રે ઘણું કરવાનું બાકી હોવાનું કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.