પેટ્રોલિંગમાં દરમિયાન દરિયામાં આવેલા કરંટના હિસાબે બોટ ઊંઘી વળી: એક જવાન સારવારમાં
કચ્છના દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન સેનાના જવાનોની બોટ ઊંઘી વળતા છ સેનાના જવાનો ડૂબ્યા હતા. પરંતુ બીએસએફના જવાનોએ તમામ સેનાના જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં એક જવાનના પેટમાં પાણી ભરાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંગાળની ખાડી લો પ્રેશર સર્જાતા સેના દ્વારા લોકોને દરિયો ખેડવા પર રોક લગાવામાં આવી હતી. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ ભારતીય સેનાના જવાનો પેટ્રોલિંગ કરી દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા કરી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કચ્છ સરહદ સંવેદનશીલ હોતા તમામ એજન્સીઓ કાર્યરત છે, એજન્સીઓમાં ભારતીય સેના પણ છે. રવિવારના આર્મીના જવાનો રૂટીન પેટ્રોલિંગમાં પોતાની બોટ દ્વારા કોરી ક્રિકમાં હતા તે દરમિયાન સ્પીડ બોટ ઉંધી વળતા તેમાં સવાર છ આર્મીના જવાન પાણીમાં પડયા હતા તે દરમિયાન બીએસએફના જવાનો નજીકમાં જ પેટ્રોલિગમાં હોવાથી તેમનું ધ્યાન જતા તુરંત તમામ જવાનોને બહારના કાઢવામાં તેને સફળતા મળી હતી. દરિયામાં ડૂબેલા છ જવાનોને બીએસએફ દ્વારા કિનારે લઈ આવવામાં આવ્યા હતા.
આ તમામ જવાનોમાંથી માત્ર એક જવાનના પેટમાં પાણી ભરાઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાકી તમામ જવાનો સુરક્ષીત છે. બીએસએફના જવાનોની હિંમતના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. ચારેક વર્ષ પૂર્વે લક્કી નાળામાં બીએસએફના કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન બે જવાનનું મૃત્યું થયું હતું. હાલની તપાસમાં આર્મીની પેટ્રોલિંગ બોટ અરબ સાગર રફ હોતા તેના કારણે પલટી મારી ગઇ છે તેવુ માનવામાં આવી રહ્યું છે. દરિયો રફ બનતા પેટ્રોલિંગમાં ધ્યાન રાખવું પડે છે પણ સરહદે નજર રાખવી જરૂરી હોતા જીવના જોખમે જવાનો પેટ્રોલિંગ કરતા હોય છે.
જળ સીમની સુરક્ષા માટે પેટ્રોલિંગમાં વપરાતી સ્પીડ બોટો વજનમાં હલકી હોય છે. પાણીની મોટી થપાટ તેને નુકસાન કરી શકે છે. બીએસએફ તરફથી જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, ભુજની કોરી ક્રિકમાં નિયમિત રીતે પેટ્રોલિંગ કરી રહેલા સેનાના જવાનોની બોટ અચાનક પલ્ટી ગઇ હતી, જેમાં સવાર છ જવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા પણ નજીક બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ જોતા તેમને બચાવી સ્પીટ બોટથી કિનારે લાવીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા. ગુજરાત બીએસએફના મહાનિરિક્ષક જવાનોની પ્રંશસનીય કાર્યની સરાહના કરી બચાવ દળના નિરિક્ષક સંદીપને બે હજાર અને દળના પ્રત્યેક કર્મચારીને એક હજાર રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી.