મહિલા તબીબે ધીમુ ઝેર આપી ભાઇ તેમજ ૧૪ મહિનાની ભત્રીજીને મોતને ઘાટ ઉતારી
ભારત અને ખાસ કરીને ગુજરાતની સભ્યતામાં ભાઇ-બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર લાગણીમાં બહેન હંમેશા ત્યાગ અને બલીદાનની કરુણામૂતિ બનીને ભાઇની ખેમકુશળ ઇચ્છે છે કહેવત અને કવિઓએ પણ ભાઇ-બહેનની લાગણીનું વારંવાર સાહિત્યમાં વર્ણન કર્યુ છે. ‘કડવી હોય લીમડી તોય શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય’કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપડીમાં ભાઇ-બહેનના પવિત્ર સંબંધો વર્ણવવામાં આવ્યા છે. ત્યારે હવે કળયુગ હોય તેમ અમદાવાદની એક મહીલા તબીબે ને પોતાના ૩ર વર્ષના સગાભાઇ અને તેની ૧૪ મહીનાની દીકરીને મોતને ઘાટ ઉતારવા બદલ ધરપકડ કરી લીધી છે.
પાલનપુર પોલીસે અમદાવાદની ડેન્ટિસ્ટ ડોકટર કિન્નરી પટેલને તેના ૩ર વરસના ભાઇ અને ૧૪ મહિના ની દીકરીને ઝેર આપી મોતને ઘાટ ઉતારવા બદલ ધરપકડ કરી હતી. બુધવારે પાટણ પોલીસે કિન્નરી પટેલના વિડીયો પર કબુલાત નામાના આધારે અટકાયતમાં લીધી હતી. કિન્નરીએ પોતાના ભાઇ જીગર પટેલ અને તેની દીકરી માહીને મોતની સોઢમાં પોઢાવી દીધાની કબુલાતને આધારે ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યામાં જણાવવામાં આવ્યું છે. કે પોતે પોતાની નજર સમક્ષ જ પોતાના ભાઇને મરતા જોવા ઇચ્છતી હતી. એટલે તેણે તેને ધીરુ ધીરુ ઝેર આપીને હત્યાનું કાવતરુ કર્યુ હતું સમાજ માટે લાલબતી સમાજ કિસ્સાની તપાસમાંથી મળેલી વિગતોમાં અમદાવાદના લોખંડના વેપારી નરેન્દ્રભાઇ પટેલએ પોતાના પુત્ર જીગર અને પૌત્રી માહીની હત્યા અંગે તબીબ પુત્રી કિન્નરી પટેલ સામે ફરીયાદ નોંધાવી હતી.
આ બેવડી હત્યા પાછળને કારણે પણ સમાજ માટે લાલાબતી સમાન છે. કિન્નરીએ કરેલી વીડીયો કબુલાતમાં જણાવ્યું હતું કે બાળપણથી જ પરિવારમાં તેના ભાઇ જીગરને મહત્વ આપવામાં આવતું હતું નાની વાતમાં પોતાની અવગણના અને જીગર તોફાન કરે તો પણ તેની સજા પોતાને જ મળતી હતી. પરિવારમાં જીગરનું મહત્વ હતું. પોતે મહેનત કરીને ડોકટર બની છતાં પરિવાર જીગરને જ મહત્વ આપતા હતા. આથી કિન્નરીએ પોતાનો ભાઇ પોતાની નજર સામે ન રીબાઇ રીબાઇ ને મરે તે માટે વિચારીને ગુગલ પર સર્ચ કરીને ખતરનાક કાવતરુ ઘડી જીગરને ધીરે ધીરેમોત મળે તે માટે કિન્નરી પટેલે તેને ગ્લુકોઝના પાણીમાઁ ધતુરાના બી આપવાનું શરુ કર્યુ . ધીરે ધીરે જીગરની માનસિક હાલત બગડતી ગઇ અને તેની હાલત કથળી ગયા બાદ છેલ્લે તેને ઝેરી આપી દેવાયું તેની સાથે માહીને પણ ઝેર આપી દેવાયું હતુઁ. તેના પિતાએ જણાવ્યું હતુ કે જીગર અને માહીના બે-બે મૃત્યુ છતાં કિન્નરે ને જરાપણ અફસોસ ન થતા પરિવારને શંકા જાગી હતી. તપાસમાં ડો. કિન્નરીએ કબુલ કર્યુ હતું કે તેણે જે તેના ભાઇને ધીમું ઝેરી આપીને તેની સામે જ તેનું મૃત્યુ થાય તે માટે આ કાવતરું કર્યુ હતું. પોલીસે કિન્નરી ને સાત દિવસના રીમાન્ડ લીધા છે.